Amreli,તા,05
અમરેલી જિલ્લાના રાજુલામાં નેશનલ હાઈવે પર પ્રેમ પ્રકરણના મનદુઃખમાં માનવતાને શરમાવે તેવી સનસનીખેજ ઘટના સામે આવી છે. પીપાવાવ પોર્ટ ચોકડી નજીક એક પ્રેમી યુવકનું જાહેરમાં અપહરણ કરી, તેને બચાવવા વચ્ચે પડેલી તેની માતા પર આરોપીઓએ કાર ચડાવી દઈ કરુણ હત્યા કરી નાખી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેણે પંથકમાં ચકચાર મ જગાવી છે.
મળતી માહિતી અનુસાર, રાજુલાના પીપાવાવ પોર્ટ ચોકડી પાસે આવેલા એક પેટ્રોલ પંપ નજીક આ ઘટના બની હતી. આરોપીઓએ જાહેરમાં પ્રેમી યુવક ભાવેશ ભીલને આંતરીને તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પુત્રને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી બચાવવા જ્યારે તેની 50 વર્ષીય માતા જીતુબહેન ભીલ વચ્ચે પડી, ત્યારે બેફામ બનેલા આરોપીઓએ તેના પર કાર ચડાવી દીધી હતી. ગંભીર ઈજાઓને કારણે જીતુબહેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.

