Surendranagar,તા.31
ચોટીલા બાયપાસ પ્રોજેક્ટ માટે સંપાદિત જમીનના વળતર રૂપે સાંગાણી ગામના એક ખેડૂતને રૂ—।.7.61 લાખનો ચેક ચૂકવવામાં આવ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલી જમીન સંપાદનની કામગીરી અંતર્ગત આ ચુકવણી કરવામાં આવી હતી.
ચોટીલા બાયપાસ પ્રોજેક્ટ હેઠળ સાંગાણી ગામના સર્વે નંબર 68/પૈકી 2 વાળી જમીન સંપાદિત કરવામાં આવી હતી. કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, સક્ષમ સત્તાધિકારી (જમીન સંપાદન) અને નાયબ કલેક્ટર (પ્રાંત-ચોટીલા) દ્વારા આખરી એવોર્ડ જાહેર કરાયો હતો.
સાંગાણી ગામના ખાતેદાર ખેડૂત રાજાભાઈ અરજણભાઇ ટોળીયાને તેમની સંપાદિત જમીનના વળતર પેટે કુલ રૂ।.7,61,895 નો ચેક રૂબરૂમાં સુપરત કરવામાં આવ્યો.
પ્રાંત અધિકારીની કચેરી ખાતે આ આખરી એવોર્ડની પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
હાઇવે પ્રોજેક્ટને ગતિ આપવા માટે જમીન સંપાદનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે, જેથી આગામી સમયમાં બાયપાસનું કામ વેગ પકડી શકે. તંત્ર દ્વારા ખેડૂતોને તેમના હક્કનું યોગ્ય વળતર સમયસર મળી રહે તે માટે સતત પ્રયાસો કરાઈ રહ્યા છે.

