Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mumbai: પરીક્ષામાં ચેટ જીપીટીનો ઉપયોગ કરતા પકડાયા બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

    September 19, 2026

    Madhya Pradesh: વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં ૮ લોકોના મોત

    September 19, 2026

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mumbai: પરીક્ષામાં ચેટ જીપીટીનો ઉપયોગ કરતા પકડાયા બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
    • Madhya Pradesh: વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં ૮ લોકોના મોત
    • ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi
    • Asian Games 2026ની શાનદાર શરૂઆત
    • Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ
    • CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો
    • Rajkotની મારવાડી યુનિવર્સિટીની આંધ્રપ્રદેશની યુવતીએ જિંદગી ટૂંકાવી; મોતનું કારણ અકબંધ
    • DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો
    ગુજરાત

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૯

    દેશના લોકલાડીલા એવા વડાપ્રધાન મોદીના ૭૬મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ CM Bhupendra Patel અમદાવાદમાં વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનના શુભારંભ કરાવી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે વિકાસની સાકર ચાખી લીધી છે, એટલે દેશના લોકોનો આજે પણ તેમના પર ભરોસો છે.

    મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ વિકાસની સાથે પર્યાવરણને પણ એટલું જ મહત્ત્વ આપે છે. તેમણે ‘મિશન લાઇફ’ નો મંત્ર આપ્યો છે. વડાપ્રધાનએ ‘કેચ ધ રેઇન’ ‘એક પેડ માં કે નામ’ અને પ્રાકૃતિક ખેતી જેવાં અભિયાન શરૂ કરાવ્યાં, જે આજે જનઆંદોલન બની ગયાં છે. વડાપ્રધાનએ વિકાસની સાથે હંમેશાં પર્યાવરણ સંરક્ષણની ચિંતા કરી છે, વિશ્વ ગુજરાતી સમાજનું ‘હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાન એ જ દિશા તરફનો પ્રશંસનીય પ્રયાસ છે. લોકો પોતાના ઘરમાં શાકભાજી ઉગાડશે, એટલે તેમને પર્યાવરણ અને વિકાસની સમજ વધારે સ્પષ્ટ થશે, એવું તેમણે ઉમેર્યું હતું.

    વડાપ્રધાનની દૂરંદેશી અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીને પરિણામે જ આજે ગિફ્ટ સિટી વૈશ્વિક ફાઇનાન્શિયલ હબ બની ચૂક્યું છે. નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ કરાવી, આજે ગુજરાત વૈશ્વિક મૂડીરોકાણમાં મોખરે છે. દુનિયાની ટોચની ૫૦૦ કંપનીઓમાંથી ૧૦૦ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. વર્ષ ૨૦૦૧માં એક લાખ પંચાસી હજાર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હતી, આજે ૨૭ લાખથી વધારે એમએસએમઇ ગુજરાતમાં છે અને લાખો લોકોને રોજગારી આપી રહી છે.

    આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ ભાવેશ ભાઈ લાખણીને મુખ્ય મંત્રી ના હસ્તે કિચન ગાર્ડનના ૭૬,૦૦૦ રોપા વિતરણના અનોખા અભિયાન માટે ગોલ્ડન બુક ઑફ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

    વિશ્વમાં અને ભારતમાં વસતા ગુજરાતીઓ વતી વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ ભાવેશ એસ લખાણી એ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ પર્યાવરણ રક્ષણ માટે કાર્યરત ૩૫ જેટલા સ્ટાર્ટઅપનાં ઉત્પાદન અને સેવાઓનું પ્રદર્શન -વેચાણ માટે તૈયાર કરાયેલા સ્ટોલ્સની મુલાકાત લઈને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.

    આ પ્રસંગે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ ભાવેશ લાખાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સંસ્થાના મહામંત્રી સુધીર એસ. રાવલે અભિયાન અંગે વિગતવાર વાત કરી હતી. આ સમારંભમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ હોદ્દેદારો અને સંસ્થા સાથે જોડાયેલા તેમજ પર્યાવરણ સંરક્ષક સ્ટાર્ટઅપ ચલાવતા યુવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    CM Bhupendra Patel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkotની મારવાડી યુનિવર્સિટીની આંધ્રપ્રદેશની યુવતીએ જિંદગી ટૂંકાવી; મોતનું કારણ અકબંધ
    Next Article Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026
    મુખ્ય સમાચાર

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026
    અમદાવાદ

    Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ

    September 19, 2026
    મુખ્ય સમાચાર

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026
    ગુજરાત

    Ambajiના ગબ્બર ખાતે ભારે વરસાદથી પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ૧૫ વર્ષીય કિશોરનું મોત

    September 19, 2026
    અમદાવાદ

    Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો

    September 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 20:04
    Categories
    Latest News

    Mumbai: પરીક્ષામાં ચેટ જીપીટીનો ઉપયોગ કરતા પકડાયા બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

    September 19, 2026

    Madhya Pradesh: વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં ૮ લોકોના મોત

    September 19, 2026

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ

    September 19, 2026

    Rajkotની મારવાડી યુનિવર્સિટીની આંધ્રપ્રદેશની યુવતીએ જિંદગી ટૂંકાવી; મોતનું કારણ અકબંધ

    September 19, 2026
    Search
    Main News

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mumbai: પરીક્ષામાં ચેટ જીપીટીનો ઉપયોગ કરતા પકડાયા બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

    September 19, 2026

    Madhya Pradesh: વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં ૮ લોકોના મોત

    September 19, 2026

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.