(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૫
જામનગરમાં કુબેર પાર્ક-૧, ધોળકિયા સ્કૂલ પાસે રહેતી એક પરિણીતાએ પતિ સહિત ત્રણ સાસરિયાઓ સામે દહેજની માંગણી કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદના આધારે પોલીસે કુનાલભાઈ રમેશભાઈ ગજેરા, રમેશભાઈ ખીમજીભાઈ ગજેરા અને મંજુબેન રમેશભાઈ ખીમજીભાઈ ગજેરા સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૮૫, ૫૪ તથા દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ ૪ હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ લગ્નજીવન દરમિયાન નાની-નાની બાબતોમાં ઝઘડા કરી પરિણીતાને શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપવામાં આવતો હતો. તેમજ દહેજ બાબતે મહેણાં-ટોણાં મારી દહેજ સ્વરૂપે નાણાંની માંગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કલ્પનાબા ભુપતસિંહ ચૌહાણને સોંપી છે.

