Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જ્યારે હું સવારે ઉઠું છું, ત્યારે મને આશ્ચર્ય થાય છે કે હું આટલી મહેનત કેમ કરું છું, Sarfaraz Khan

    November 3, 2026

    Mehsana: ગમાનપુરામાં એસીબીએ સરપંચ-તલાટીને લાંચ લેતા ઝડપ્યા

    November 3, 2026

    Ahmedabadના મેગ્નેટ પાર્કમાં આગનો ખૌફનાક બનાવ, જીવ બચાવવા કૂદેલા ૧ યુવકનું મોત

    November 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જ્યારે હું સવારે ઉઠું છું, ત્યારે મને આશ્ચર્ય થાય છે કે હું આટલી મહેનત કેમ કરું છું, Sarfaraz Khan
    • Mehsana: ગમાનપુરામાં એસીબીએ સરપંચ-તલાટીને લાંચ લેતા ઝડપ્યા
    • Ahmedabadના મેગ્નેટ પાર્કમાં આગનો ખૌફનાક બનાવ, જીવ બચાવવા કૂદેલા ૧ યુવકનું મોત
    • Rajkot: ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ, તો ગુજરાતમાં પ્રતિબંધ કેમ, પીપળીયાએ ખોલી દારૂબંધીની પોલ!
    • બાગેશ્વરધામ સરકાર Dhirendra Shastri પર સાંસદ પપ્પુ યાદવ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે કેસ દાખલ કરશે
    • બાલ ઠાકરેના પૌત્ર, Aishwarya Thackeray, સાયબર છેતરપિંડીનો ભોગ બન્યો
    • Rahul Gandhiએ બારવાનીથી પ્રિયંકાની આંખની સારવાર કરાવી; વિદ્યાર્થી દિલ્હીથી પરત ફર્યો
    • રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે, CM Yogi Adityanath
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Ranbir Kapoorની ‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થતાં જ વિવાદ, ફેન્સે કાઢી મોટી 5 ખામીઓ
    મનોરંજન

    Ranbir Kapoorની ‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થતાં જ વિવાદ, ફેન્સે કાઢી મોટી 5 ખામીઓ

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026Updated:August 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.01

    બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર સ્ટારર અને ડિરેક્ટર નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’નું સત્તાવાર ટ્રેલર આખરે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ હતી, ત્યારથી સિનેમાપ્રેમીઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે, ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં કેટલાક લોકો તેના ભવ્ય સેટ્સ અને ટ્રેલરના વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ જનતા અને સિનેમા એનાલિસ્ટ્સે આ ટ્રેલરમાં 5 મોટી અને ગંભીર ખામીઓ શોધી કાઢી છે, જેને લઈને અત્યારથી જ સોશિયલ મીડિયા પર આકરી ટીકાઓ શરૂ થઈ ગઈ છે.ટ્રેલર જોયા બાદ દર્શકોએ જે સૌથી પહેલી મોટી ખામી નોંધી છે, તે છે ફિલ્મનું નબળું VFX. ટીકાકારોના મતે, આટલું મોટું બજેટ હોવા છતાં ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ઘણી જગ્યાએ ખૂબ જ આર્ટિફિશિયલ અને કાર્ટૂનિશ લાગે છે. ફેન્સનું કહેવું છે કે કેટલીક એક્શન સિક્વન્સ અને બેકગ્રાઉન્ડ સીન્સમાં હોલિવૂડની નકલ કરવાનો પ્રયાસ તો થયો છે, પણ તે સ્ક્રીન પર તદ્દન ફેક અને નબળા સાબિત થયા છે.

    સોશિયલ મીડિયા પર રણબીર કપૂરના શ્રીરામ તરીકેના લુકને લઈને ફેન્સ સંતુષ્ટ દેખાતા નથી. ઘણા યૂઝર્સનું કહેવું છે કે રણબીરના ચહેરા પર પ્રભુ શ્રીરામ જેવી દિવ્યતા, શાંતિ અને તેજ જોવા નથી મળતું. આ ઉપરાંત, રાવણ અને અન્ય મુખ્ય પાત્રોના કોસ્ટ્યુમ અને ગેટઅપ પર પણ પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે. પાત્રોના લુકમાં પૌરાણિક કથાની ગંભીરતા ઓછી અને આધુનિક ફિલ્મી ડ્રામા વધુ દેખાઈ રહ્યો હોવાનો આક્ષેપ છે.રામાયણ જેવી પૌરાણિક અને પવિત્ર કથા માટે સંવાદો અત્યંત પ્રભાવશાળી અને શાસ્ત્રોક્ત હોવા જરૂરી છે. પરંતુ આ ટ્રેલરમાં સાંભળવા મળેલા ડાયલોગ્સ ઘણા સાધારણ અને બોલચાલની ભાષા જેવા લાગે છે. ઓમ રાઉતની ‘આદિપુરુષ’ વખતે સંવાદોના કારણે જે વિવાદ થયો હતો, તેનાથી મેકર્સે બોધપાઠ ન લીધો હોય તેવું દર્શકો માની રહ્યા છે, કારણ કે ડાયલોગ્સમાં એ ભાવુક અને આધ્યાત્મિક કનેક્ટ વર્તાતું નથી.

    કોઈપણ પૌરાણિક ફિલ્મને હિટ બનાવવામાં અને દર્શકોની રૂંવાડા ઉભા કરવામાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો બહુ મોટો રોલ હોય છે. ટ્રેલરમાં વપરાયેલું સંગીત ઠીકઠાક છે, પરંતુ તેમાં એવી કોઈ ધમાકેદાર કે રોમાંચક ધૂન સાંભળવા નથી મળતી જે દર્શકોને લાંબા સમય સુધી યાદ રહી જાય. સંગીતમાં ગંભીરતા અને ઉર્જાનો અભાવ ટ્રેલરના ફ્લોને નબળો પાડે છે.દર્શકો અને સમીક્ષકોનું માનવું છે કે વાર્તાને વધુ પડતી ગ્લેમરસ અને સિનેમેટિક લુક આપવાના ચક્કરમાં રામાયણની મૂળ સાદગી અને તેના સાચા આત્મા સાથે ચેડાં થયા હોય તેવું લાગે છે. ટ્રેલરમાં એક્શન અને લાર્જર ધેન લાઈફ સીન્સ પર એટલો ભાર મૂકવામાં આવ્યો છે કે વાર્તાની જે મૂળ મર્યાદા અને ઈમોશનલ કનેક્ટ છે તે ક્યાંક ખોવાઈ ગયું છે.

    Ramayana Ranbir Kapoor
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSpider-Man: Brand New Day: એક જ દિવસમાં ₹1000 કરોડથી વધુની કમાણી
    Next Article ગુલામનાં ‘આંખો સે તુને’ ગીતનાં રિમિક્સથી Jatin Pandit નારાજ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    વિવાદાસ્પદ ટ્‌વીટ કેસમાં Anurag Kashyap સામે વોરંટ

    November 3, 2026
    મનોરંજન

    ‘રામાયણ’માં માતા સીતાના દિવ્ય રૂપમાં Sai Pallavi

    November 3, 2026
    મનોરંજન

    માધવન અને Kangana Ranaut વિના ‘તનુ વેડ્‌સ મનુ ૩’ નહીં બને : આનંદ એલ. રાય

    November 3, 2026
    મનોરંજન

    Janhvi Kapoorએ શ્રીદેવીનો નગીના લૂક રીક્રિએટ કરી આપી ટ્રિબ્યુટ

    November 2, 2026
    મનોરંજન

    શૂટિંગમાંથી સમય કાઢી હિમાચલની વાદીઓમાં ફરવા નીકળી Bhagyashree

    November 2, 2026
    મનોરંજન

    Hina Khanએ રોકીને બીજી યુવતી સાથે લગ્ન કરવાની આપી હતી સલાહ

    November 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,230
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹126,710
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹175,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-11-2026 20:37
    Categories
    Latest News

    જ્યારે હું સવારે ઉઠું છું, ત્યારે મને આશ્ચર્ય થાય છે કે હું આટલી મહેનત કેમ કરું છું, Sarfaraz Khan

    November 3, 2026

    Mehsana: ગમાનપુરામાં એસીબીએ સરપંચ-તલાટીને લાંચ લેતા ઝડપ્યા

    November 3, 2026

    Ahmedabadના મેગ્નેટ પાર્કમાં આગનો ખૌફનાક બનાવ, જીવ બચાવવા કૂદેલા ૧ યુવકનું મોત

    November 3, 2026

    Rajkot: ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ, તો ગુજરાતમાં પ્રતિબંધ કેમ, પીપળીયાએ ખોલી દારૂબંધીની પોલ!

    November 3, 2026

    બાગેશ્વરધામ સરકાર Dhirendra Shastri પર સાંસદ પપ્પુ યાદવ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે કેસ દાખલ કરશે

    November 3, 2026

    બાલ ઠાકરેના પૌત્ર, Aishwarya Thackeray, સાયબર છેતરપિંડીનો ભોગ બન્યો

    November 3, 2026
    Search
    Main News

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે, CM Yogi Adityanath

    November 3, 2026

    પુણેને નવી મેટ્રો ભેટ મળી,જો જૂની સરકાર રહી હોત, તો આપણે દાયકાઓ સુધી રાહ જોવી પડી હોત: Pm Modi

    November 3, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026

    Floridaમાં મિસાઈલની ઝડપે રોડ નજીક તૂટી પડ્યું પ્રાઈવેટ જેટ

    November 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જ્યારે હું સવારે ઉઠું છું, ત્યારે મને આશ્ચર્ય થાય છે કે હું આટલી મહેનત કેમ કરું છું, Sarfaraz Khan

    November 3, 2026

    Mehsana: ગમાનપુરામાં એસીબીએ સરપંચ-તલાટીને લાંચ લેતા ઝડપ્યા

    November 3, 2026

    Ahmedabadના મેગ્નેટ પાર્કમાં આગનો ખૌફનાક બનાવ, જીવ બચાવવા કૂદેલા ૧ યુવકનું મોત

    November 3, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.