Florida, તા.૨
અમેરિકાના Florida રાજ્યમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ફ્લોરિડામાં રવિવારે એક પ્રાઇવેટ બિઝનેસ જેટ વિમાન અચાનક અનિયંત્રિત થઈને મિસાઈલની માફક સીધું જમીન પર તૂટી પડ્યું હતું. આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ ૯ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
અમેરિકાના પરિવહન મંત્રી શૉન ડફીએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. આ દુર્ઘટના પ્રમુખ ટ્રમ્પના પેલેસથી લગભગ ૧૧ કિ.મી.ના અંતરે જ સર્જાી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ‘લિયરજેટ ૬૦’ નામનું આ પ્રાઇવેટ બિઝનેસ જેટ ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઇન્ટરનેશનલ એરપોર્ટથી બહામાસ માટે રવાના થયું હતું. ઓસ્ટિન એરપોર્ટના પ્રવક્તા જિમ રેનોલ્ડ્સે આ દુર્ઘટનાને એક મોટી ત્રાસદી ગણાવી છે. આ વિમાનનો ટેલ નંબર દ્ગ૭૨૨મ્ડ્ઢ હતો.દુર્ઘટના પહેલાં એર ટ્રાફિક કંટ્રોલ સાથેની રેડિયો વાતચીતમાં પાઈલટે જણાવ્યું હતું કે વિમાન પર બરફ જામી રહ્યો છે,
બહારનું તાપમાન -૪૭ ડિગ્રી સેલ્સિયસ છે અને મધ્યમ સ્તરનું ટર્બુલેન્સ છે. જો કે, થોડી જ ક્ષણોમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ અને પાયલટે કટોકટી જાહેર કરતાં કહ્યું કે વિમાન ૨૦૦૦૦ થી ૨૨૦૦૦ ફૂટ પ્રતિ મિનિટની અત્યંત ઝડપે નીચે જઈ રહ્યું છે અને ઓવરસ્પીડની સ્થિતિ છે.બેકગ્રાઉન્ડમાં એલાર્મના અવાજો વચ્ચે ક્રૂ વિમાન પર કાબૂ મેળવવાનો આખરી પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે કંટ્રોલરે હિંમત આપતા કહ્યું કે “હું તમારી સાથે છું, વાત કરો.” પરંતુ પરિસ્થિતિ વણસતાં કોકપિટમાંથી ભય અને ઘબરાહટનો અવાજ આવ્યો કે, “બહાર જુઓપ હે ભગવાન, હવે અમારી પાસે સમય નથી બચ્યો!” અને આ અંતિમ ચીસ સાથે જ ટ્રાન્સમિશન હંમેશા માટે બંધ થઈ ગયું.દક્ષિણ ફ્લોરિડાના એક વિસ્તારમાં રવિવારે આ વિમાન અચાનક હવામાંથી ધડાકાભેર નીચે આવી ગયું હતું. જમીન સાથે અથડાતા જ વિમાનમાં ભયાનક વિસ્ફોટ થયો હતો અને તે આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.પ્રત્યક્ષદર્શીઓ અને કાર ચાલકોએ બનાવાયેલા વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિમાન આકાશમાંથી અત્યંત ઝડપથી નીચે પડ્યું હતું.
સદનસીબે આ વિમાન નજીકની વસાહતના ઘરો અથવા ત્યાંથી પસાર થઈ રહેલા વાહનો સાથે અથડાતા માંડ-માંડ બચી ગયું હતું, નહીંતર મોટી જાનહાનિ થઈ શકત. વિમાન એક વ્યસ્ત રસ્તાની બિલકુલ નજીક પડતાં ત્યાં મોટો ખાડો પડી ગયો હતો અને ચારેય તરફ આગની લપટો સાથે ઘાટો કાળો ધુમાડો છવાઈ ગયો હતો. આ અકસ્માત મિલિટરી ટ્રેલ અને ૧૦મા એવેન્યુ નોર્થ પાસે સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં જ પામ બીચ કાઉન્ટી શરિફ કાર્યાલય દ્વારા બંને તરફના રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા અને ફાયર ફાઇટર સહિતની ઇમરજન્સી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વિમાન દુર્ઘટનાગ્રસ્ત કેમ થયું અને તેના પાછળનું અસલી કારણ શું હતું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (હ્લછછ) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ ની વિશેષ ટીમ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ દુર્ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે વીજળી પણ ગુલ થઈ ગઈ હતી.

