New Delhi,તા.04
દેશમાં લગ્ન જીવનમાં વધતી સમસ્યા તથા છુટાછેડાના જટીલ કેસો છેક સુપ્રીમકોર્ટ સુધી પહોંચી રહ્યા છે. તેના પર ગંભીર ટીપ્પણી કરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે વૈવાહિક જીવનમાં વિવાદો લાંબા સમય સુધી ખેચી રાખવાની લગ્ન જીવન એ ફકત કાગળો પર જ રહી જાય છે.
સુપ્રીમ કોર્ટે 15 વર્ષથી વધુ સમયથી અલગ રહેતા દંપતિના છુટાછેડાને મંજુર રાખતા આ ટકોર કરી હતી તથા એ પણ જણાવ્યુ કે કોઈ વ્યાજબી કારણ વગર યુગલ વચ્ચેના જાતિય સંબંધમાં કોઈ એક પાર્ટનર દ્વારા ઈન્કાર કરવા એ લગ્નજીવનને ગંભીર ભાવનાત્મક ઠેસ પહોંચાડે છે અને લગ્નજીવનના પાયાને પણ કમજોર કરે છે.
સુપ્રીમ કોર્ટના વિશ્લેષણ પરથી એ નિષ્કર્ષ નિકળે છે કે તુટી ચુકેલા લગ્નજીવનને લાંબુ ખેચવાથી બન્ને તરફથી માનસીક શાંતિ ને ઠેસ પહોંચે છે તથા યોગ્ય કારણ વગર સેકસનો ઈન્કાર એ માનસીક ક્રુરતા સમાન છે.
જેમાં લગ્નજીવનને ખત્મ કરવા કાનુની મંજુરી અને દરેક યુગલ પોતાના માર્ગ સન્માનપૂર્વક આગળ વધે તે નિશ્ચિત થવું જોઈએ. એક નશીબ જેમાં પત્ની ગુજરાતના અને પતિ રાજસ્થાનમાં કાર્યરત છે
અને બન્ને લાંબા સમયથી અલગ રહે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે બંધારણની કલમ 142 મુજબ અમો `ન્યાય’ કરશું. આ લગ્નજીવન પુરી રીતે તુટી પડયુ છે તેને ખત્મ કરવું જ યોગ્ય ગણાશે. સર્વોચ્ચ અદાલતે પત્નીની અરજી ફગાવતા કહ્યું કે 15 વર્ષથી અલગ રહે છે.
તેઓને કોઈ સંતાન પણ નથી અને અદાલતોના પ્રયત્નો છતા પણ સમજુતી થઈ નથી. આ ફકત અધિકારનો જ પ્રશ્ન નથી. પરસ્પર સન્માન અને બન્ને એકબીજાની અપેક્ષા પુરી કરે તે વિવાહ જીવનની જવાબદારી છે. સામાન્ય રીતે અદાલતો આ પવિત્ર બંધનને ટકાવી રાખવા પ્રયાસ કરે છે પણ આ પ્રકારના કેસમાં ફકત કાગળ પર લગ્ન જીવન ટકાવવું એ યોગ્ય નથી.

