Morbi તા.30
મોરબીમાં સબજેલની સામેના ભાગમાં રહેતા યુવાને 2.40 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે 7,67,500 ચૂકી દીધા છતાં પણ તેને તેના ગીરવે મુકેલા સોનાના દાગીના અને સહી કરીને આપેલા કોરા ચેક પાછા આપવામાં આવ્યા ભોગ બનેલ યુવાનની ફરિયાદ લઈને પોલીસે દંપતિ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
સબજેલની સામેના ભાગમાં આવેલા વિસ્તારમાં રહેતા મહેશભાઈ ભીખાભાઈ પઠાણ (40) એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવિન નરેન્દ્રભાઈ ત્રિવેદી તથા તેના પત્ની રહે. બંને ટીકે હોટેલ નજીક લક્ષ્મી એપાર્ટમેન્ટ ત્રાજપર રોડ સામે ફરિયાદ નોંધાવેલ છે કે ફરિયાદીએ આરોપી પાસેથી 2,40,000 વ્યાજે લીધેલા હતા જેની સામે બળજબરીપૂર્વક તેની પાસેથી કોરા ચેક અને સોનાના દાગીના ગીરવે મુકાવેલ હતા જો કે, ફરિયાદીએ વ્યાજ સહિત 7,67,500 ચૂકવી દીધા હતા તો પણ સોનાના દાગીના તથા ચેક પરત આપ્યા ન હતા .
આવી જ રીતે સાહેદ સોનલબેન બાબુભાઈ સોલંકીને અઢી લાખ રૂપિયા વ્યાજ આપ્યા હતા જેની સામે પાંચ લાખ રૂપિયાનું લખાણ કરાવ્યું હતું અને બળજબરીપૂર્વક તેની પાસેથી ચેક તેમજ એક મોટરસાયકલ પણ પડાવી લીધું હતું આમ વ્યાજ સહિત મુદલની રકમ પરત આપી હોવે છતાં આરોપીઓએ રૂપિયાની ઉઘરાણી કરીને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દંપતી સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

