Morbi તા 24
મોરબીના ભરતનગર ગામ પાસે કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કર્યો છે જ્યારે જાંબુડીયા ગામ નજીક કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા આધેડનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે અને હળવદના મિયાણી ગામ નજીક ટીકર રોડ ઉપર નર્મદાની કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત નીપજ્યું છે
ભરતનગર ગામની સીમમાં લેમિકોન કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રોહિતભાઈ પપ્પુભાઈ સિંગર (19) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને રમેશભાઈ ભુરીયા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ મોરબીના ત્રાજપર વિસ્તારના રહેવાસી અને હાલમાં રફાળેશ્વર ગામે આવેલ મચ્છુનગર વિસ્તારમાં રહેતા રમેશભાઈ જીવણભાઈ કુંવરિયા (51) નામના આધેડ મોરબી નજીકના જાંબુડીયા ગામ પાસે આવેલ સીરમિક કારખાનામાં ઊંચાઈ ઉપર કામ કરતા હતા દરમિયાન કોઈ કારણસર ઉપરથી નીચે પટકાવાના કારણે તેઓને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથીરાજકોટ ખાતે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું
હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા અને મજૂરીકામ કરતાં સંજયભાઈ ધુળાભાઈ રંભાણી (38) નામનો યુવાન મિયાણી ગામથી ટીકર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ચંડી પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલના પાણીમાં કોઈપણ કારણોસર અકસ્માતે પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે સંજયભાઈનું મોત નિપજ્યું હોય તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે આવ્યા હતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

