નવી દિલ્હી, તા.4
દિલ્હી હાઇકોર્ટે એક મહત્વનો ફેંસલો આપતા કહ્યું હતું કે સાસુએ ખુદની કમાણીથી ખરીદેલી સંપતિ પર રહેવાનો કોઇ સ્વતંત્ર કાનુની અધિકાર નથી અદાલતે કહ્યું હતું કે, જો પતિનો પણ તે ઘરમાં રહેવાનો અધિકાર સમાપ્ત થઇ જાય તો હોય તો વહુ પણ ત્યાં રહેવાનો દાવો નથી કરી શકતી. હાઇકોર્ટ સિવિલ અદાલતના એ હુકમને યથાવત રાખ્યા છે જેમાં સાસુની ખુદની ખરીદેલી પ્રોપર્ટીમાંથી વહુને કાઢી નાખવાનો આદેશ આપ્યો છે.
જસ્ટીસ નીના બંસલ કૃષ્ણાની સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે મહિલાના રહેવા કે ભરણ પોષણનો અધિકાર તેના પતિ સામે હોય છે. નહીં કે તેની સાસુ સામે સાસુના ઘરમાં દીકરા અને વહુને રહેવું એક મંજૂરી જેવું હોય છે.
જયાં સુધી સાસુ મંજૂરી ન આપે ત્યાં સુધી વહુ સંપતિ જ જબરદસ્તીથી કબજાનો અધિકાર ન મેળવી શકે. મહિલાના લગ્ન ર003માં થયા હતા. તે પતિની સાથે સાસુના ઘરમાં રહેતી હતી. પારિવારિક ઝઘડા બાદ અને અલગ રહેતા હતા પણ ર004માં સાસુની કમાણી પર ખરીદેલી પ્રોપર્ટીમાં રહેવા આવી ગયા.
સાસુએ દર મહિને 3 હજાર રૂપિયાના રેન્ટ એ્રગીમેન્ટથી રહેવા આવ્યા પણ ભાડુ ન ચુકવવાની સ્થિતિમાં 2017માં સાસુએ પોતાના પુત્રને પ્રોપર્ટીમાંથી કાઢી નાખ્યો બાદમાં આ મામલે પુત્રવધુ હાઇકોર્ટ પહોંચી વહુએ દલીલ કરી કે લગ્નવાળા ઘરમાં રહેવાનો તેનો અધિકાર છે, ભલે તે પછી સાસુનું કેમ ન હોય પણ કોર્ટે વહુની અરજી ફગાવી દીધી.

