Rajkot,તા.૩૦
Rajkot પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારો ઝડપી વેપન કાર્ટેલની કમર તોડી છે. જોકે ગુરુવારે સવારે ૧૦ઃ૩૦ વાગ્યા આસપાસ શહેરના સામાકાંઠે આવેલા પટેલવાડી નજીક પ્રાઈમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં બે શખ્સો ઘૂસે છે અને આંગડિયા પેઢીના કર્મચારી અલકેશ દવે સાથે ઝપાઝપી કરે છે. ટેબલ પર રહેલો ૧૯ લાખનું બેગ લઈને ફરાર થઇ જાય છે.
ફરિયાદી અલકેશ દવેએ જણાવ્યું હતું કે, હજુ તો આંગડિયા પેઢીની ઓફીસ ખોલી અગરબત્તી કરતો હતો. ત્યાં બે શખ્સો આવે છે અને આંગળિયું કરવું છે કહીને ટેબલ નજીક આવી જાય છે. મારી સાથે ઝપાઝપી કરે છે અને બંદૂક બતાવી લૂંટ કરી નાસી જાય છે. મારી દુકાનમાં ૩ સીસીટીવી કેમેરા છે.ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન ૧ સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે.
લૂંટની ઘટનાને લઈને ડીસીપી ઝોન ૧ હેતલ પટેલે જણાવ્યું હતું કે, પટેલવાડી નજીક પ્રાઈમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં બે શખ્સો આવ્યા હતા. જે કર્મચારી સાથે ઝપાઝપી કરે છે અને લૂંટ ચલાવી ફરાર થઇ જાય છે. અંદાજીત ૧૯ લાખ રૂપિયાની લૂંટ થઈ છે. સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરી શોધખોળ શરૂ કરી છે.
સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવી લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી છે. ધારાસભ્ય ઉદય કાનગડ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કહ્યું હતું કે, લૂંટની ઘટનામાં ડ્ઢઝ્રઁ સાથે વાત કરી કડક પગલાં લેવા રજૂઆત કરી છે. આરોપીઓને જલ્દી થી જલ્દી ઝડપી લેવામાં આવશે.
રાજકોટમાં ધોળે દિવસે લૂંટને અંજામ આપી બે શખ્સો ફરાર થઈ જાય છે. આ સીસીટીવી ફુટેજમાં જે શખ્સો આવે છે તેના મોં પણ ખુલ્લા છે. પોલીસને ખુલે આમ પડકાર ફેંક્યો છે. લૂંટની ઘટનામાં સામાન્ય રીતે જાણભેદું જ લૂંટમાં સામેલ હોઈ છે. જોકે આ લૂંટમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પછી પોલીસે પણ તપાસ તેજ કરી છે. પોલીસ તપાસમાં લૂંટની આ ઘટનામાં શું બહાર આવે છે તે જોવું રહ્યું.

