Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    “ડીકે-ડીકે” ના નારા સાંભળીને Mallikarjun Kharge ગુસ્સે થઈ ગયા અને સીએમ શિવકુમારની સામે સ્ટેજ પરથી કાર્યકરોને ઠપકો આપ્યો.

    June 22, 2026

    પ્રયત્નાદ્યતમાણસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ, એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ક્યાં પ્રયત્નની વાત કરે છે!

    June 22, 2026

    ૪ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, છત્તીસગઢમાં ચોમાસુ આવી શકે છે, ૫ રાજ્યોમાં Heatwave alert જારી

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • “ડીકે-ડીકે” ના નારા સાંભળીને Mallikarjun Kharge ગુસ્સે થઈ ગયા અને સીએમ શિવકુમારની સામે સ્ટેજ પરથી કાર્યકરોને ઠપકો આપ્યો.
    • પ્રયત્નાદ્યતમાણસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ, એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ક્યાં પ્રયત્નની વાત કરે છે!
    • ૪ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, છત્તીસગઢમાં ચોમાસુ આવી શકે છે, ૫ રાજ્યોમાં Heatwave alert જારી
    • Iran-US Islamabad MoU કરાર નિષ્ફળ ગયો છે. 24 કલાકની અંદર કટોકટીમાં પાછા ફર્યા
    • Tamil Nadu ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજથી ૨ લોકોના મોત,રાષ્ટ્રપતિ અને પીએમએ શોક વ્યક્ત કર્યો
    • રામ મંદિરના પ્રસાદ વિવાદની તપાસ અંગે Allahabad High Court તાત્કાલિક કેસની સુનાવણી કરશે નહીં
    • Rajkotમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો લોજીંગનો ધંધાર્થી ઝડપાયો
    • Rajkot પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર એજન્ટને ૭ વર્ષની કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli બ્રોડગેજ કમિટી દ્વારા રેલ્વે સ્ટેશનની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ
    સૌરાષ્ટ્ર

    Amreli બ્રોડગેજ કમિટી દ્વારા રેલ્વે સ્ટેશનની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૨

    અમરેલી જિલ્લાના લાખો નાગરિકો લાંબા સમયથી જે બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, તેની વાસ્તવિક સ્થિતિ જાણવા આજે અમરેલી બ્રોડગેજ કમિટીના આગેવાનો, વડીલો અને સામાજિક કાર્યકરોએ અમરેલી રેલ્વે સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઈ સ્થળ પર પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સ્થાનિક મીડિયા અને પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

    નિરીક્ષણ બાદ કમિટીના મુખ્ય અગ્રણી રાજેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે રેલવે વિભાગની ધીમી કામગીરી, વહીવટી વિલંબ અને અધૂરી તૈયારીઓને કારણે સમગ્ર જિલ્લામાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે વર્ષ ૧૯૧૨માં નિર્મિત ઐતિહાસિક રેલવે સ્ટેશન બિલ્ડિંગ ટ્રેકની અત્યંત નજીક આવેલું હોવાથી રેલવેના નિયમો મુજબ તેને દૂર કર્યા વિના નવું પ્લેટફોર્મ તથા બ્રોડગેજ લાઇન કાર્યરત કરવી શક્ય નથી.

    બ્રોડગેજ લાઇનનું કામ હાલમાં ઈશ્વરીયામાચીયાળા વચ્ચે ફાટક નં.૧૬ પાસે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ ના  થવાને કારણે અટવાયેલું છે. ઉપરાંત હનુમાનપરા રોડ પર આવેલા મંદિરોના સ્થળાંતરનો પ્રશ્ન પણ હજુ સુધી ઉકેલાયો નથી, જેના કારણે કામગીરીમાં વધુ વિલંબ થઈ રહ્યો છે.

    સ્ટેશન પરિસરમાં નિર્માણાધીન અંડરબ્રિજનું કામ પણ અધૂરું હોવાનું કમિટીએ નોંધ્યું હતું. કમિટીએ વધુમાં જણાવ્યું હતું કે નવું નિર્માણાધીન રેલવે સ્ટેશન મુસાફરોને ધ્યાનમાં રાખીને પૂરતી સુવિધાઓ સાથે વિકસાવવામાં આવ્યું નથી. વિશાળ પ્રતીક્ષાલય, પૂરતી બેઠક વ્યવસ્થા, સ્વચ્છ શૌચાલય, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, દિવ્યાંગજનો માટે અનુકૂળ વ્યવસ્થા સહિતની અનેક મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે.

    મુસાફરોને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્ટેશનને આધુનિક અને સર્વ સુવિધા સંપન્ન બનાવવાની માંગ કરવામાં આવી છે.

    કમિટીએ સ્થાનિક સાંસદને રજૂઆત કરીને બ્રોડગેજ લાઇન શરૂ થાય તે પહેલાં જ અમરેલીથી અમદાવાદ, સુરત, મુંબઈ અને હરિદ્વાર માટેની ટ્રેનોનું સમયપત્રક તથા જરૂરી મંજૂરીઓ અગાઉથી મેળવવાની માંગ કરી છે, જેથી લાઇન શરૂ થતાં જ જિલ્લાની જનતાને તેનો સીધો લાભ મળી શકે.

    અંતમાં અમરેલી બ્રોડગેજ કમિટીએ રેલવે તંત્ર અને સંબંધિત વહીવટી વિભાગને બાકી રહેલા તમામ પ્રશ્નોનો યુદ્ધના ધોરણે ઉકેલ લાવી બ્રોડગેજ પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ કરવાની ભારપૂર્વક માંગ કરી હતી.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar: ધ્રાંગધ્રા નજીક સ્કૂલ બસ અને બોલેરો વચ્ચે અકસ્માત, ૧૦થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: સાવરકુંડલા નજીક વાડીમાંથી જુગારધામ ઝડપાયુ

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: જાફરાબાદના બાબરકોટ રોડ પર સિંહ હુમલાની બાબતે ખુલાસોઃ સિંહે હુમલો કર્યો જ ના હતો

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli છેલ્લા આઠ મહીનાથી લુંટ અને ધાડના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢતી રાજુલા પોલીસ

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli ધારી તાલુકના છતડીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની બબાલ મામલે ચાર શિક્ષકોની બદલીનો નિર્ણય

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લાના એસ.ટી. બસના પ્રશ્નો અંગે ’અમરેલી જિલ્લા વિકાસ સમિતિ’ દ્વારા વિભાગીય નિયામકને રજૂઆત

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    “ડીકે-ડીકે” ના નારા સાંભળીને Mallikarjun Kharge ગુસ્સે થઈ ગયા અને સીએમ શિવકુમારની સામે સ્ટેજ પરથી કાર્યકરોને ઠપકો આપ્યો.

    June 22, 2026

    પ્રયત્નાદ્યતમાણસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ, એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ક્યાં પ્રયત્નની વાત કરે છે!

    June 22, 2026

    ૪ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, છત્તીસગઢમાં ચોમાસુ આવી શકે છે, ૫ રાજ્યોમાં Heatwave alert જારી

    June 22, 2026

    Iran-US Islamabad MoU કરાર નિષ્ફળ ગયો છે. 24 કલાકની અંદર કટોકટીમાં પાછા ફર્યા

    June 22, 2026

    Tamil Nadu ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજથી ૨ લોકોના મોત,રાષ્ટ્રપતિ અને પીએમએ શોક વ્યક્ત કર્યો

    June 22, 2026

    રામ મંદિરના પ્રસાદ વિવાદની તપાસ અંગે Allahabad High Court તાત્કાલિક કેસની સુનાવણી કરશે નહીં

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    “ડીકે-ડીકે” ના નારા સાંભળીને Mallikarjun Kharge ગુસ્સે થઈ ગયા અને સીએમ શિવકુમારની સામે સ્ટેજ પરથી કાર્યકરોને ઠપકો આપ્યો.

    June 22, 2026

    પ્રયત્નાદ્યતમાણસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ, એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ક્યાં પ્રયત્નની વાત કરે છે!

    June 22, 2026

    ૪ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, છત્તીસગઢમાં ચોમાસુ આવી શકે છે, ૫ રાજ્યોમાં Heatwave alert જારી

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.