New York,તા.16
કોઈ પણ નવી જગ્યાએ જઈને રસ્તો શોધવો ઘણાં લોકો માટે મુશ્કેલી બની જાય છે. ખાસ કરીને ત્યારે, જ્યારે તમે પગપાળા મુસાફરી કરી રહ્યાં હો. આવા સમયે ગુગલ મેપ્સનું લાઈવ વ્યૂ ફીચર તમારા ખૂબ કામ આવી શકે છે.
શું તમને ખબર છે કે પગપાળા ચાલતી વખતે ગુગલ મેપ્સનું લાઈવ વ્યૂ ફીચર રસ્તો શોધવામાં મદદ કરે છે? નવી જગ્યાએ પગપાળા ચાલતાં હોઈએ અને ગુગલ મેપ્સ પર રસ્તો જોઈ રહ્યાં હોઈએ ત્યારે ઘણી વાર લોકોને મેપ્સમાં દેખાતો વાદળી ડોટ જોઈને સમજાતું નથી કે કઈ દિશામાં વળવું.
આવી સ્થિતિમાં લાઈવ વ્યૂ તમાં કામ સરળ બનાવી દે છે. આ ફીચર ફોનના કેમેરા દ્વારા રસ્તા પર તીર બનાવી બતાવે છે, જેથી તમને રસ્તો સ્પષ્ટ રીતે સમજાઈ જાય છે. આ ફીચર કેવી રીતે વાપરવું તેની માહિતી નીચે આપવામાં આવી છે.
ગુગલ મેપ્સનું લાઈવ વ્યૂ ફીચર
મોલ, રેલવે સ્ટેશન અને મોટા માર્કેટમાં રસ્તો શોધવા માટે ગુગલ મેપ્સનું લાઈવ વ્યૂ ફીચર ખૂબ ઉપયોગી છે. તેનો ઉપયોગ કરવો પણ બહુ સરળ છે.
ફોલો કરો આ સ્ટેપ્સ
– સૌપ્રથમ તમારા ફોનમાં ગુગલ મેપ્સ ઓપન કરો.
– ત્યારબાદ ડેસ્ટિનેશન દાખલ કરો અને નીચે આપેલા ડાયરેક્શન વિકલ્પ પર ક્લિક કરો.
– હવે ઉપર તરફ વોકીંગ એટલે કે પગપાળા ચાલવાનો આઇકન દેખાશે.
– આ પર ક્લિક કરીને સિલેક્ટ કરો. પછી સ્ક્રીનના નીચે ભાગમાં લાઈવ વ્યૂના વિકલ્પ પર ક્લિક કરો.
– આવું કરતાં જ તમારા ફોનનો કેમેરા ઓપન થઈ જશે.
– હવે તમે ભૂલભુલૈયા જેવી ગલીઓમાં પણ ક્યારેય ભુલા નહીં પડો.

