Washington તા.2
રાષ્ટ્રપતિ ટ્રમ્પે બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતીય અને રાણી કેમિલાતા અમેરિકામાં રાજકીય પ્રવાસ દરમિયાન એક મોટી જાહેરાત કરી બ્રિટીશ સ્કોચ અને વ્હીસ્કી પર લાગેલો ટેરિફ હટાવવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું હતું કે યુનાઈટેડ કિંગ્ડમના રાજા અને રાણીના સન્માનમાં કે જેઓ હાલમાં જ પોતાના શાનદાર દેશમાં પાછા ફરી રહ્યા છે, હું વ્હીસ્કી પર લાગેલ ટેરિફ અને પ્રતિબંધોને હટાવી રહ્યો છુ, જે સ્કોટલેન્ડ અને કેંટકી રાષ્ટ્રમંડલ વચ્ચે વ્હીસ્કી અને બોર્બનની વ્યાપાર ક્ષમતા સાથે સંબંધીત છે.
ટ્રમ્પે કહ્યું હતું કે લોકો લાંબા સમયથી આની માંગ કરી રહ્યા હતા. રાજા અને રાણીએ મારી પાસેથી આ કામ કરાવી લીધું અને તે પણ કંઈ પૂછયા વિના અમેરિકામાં એ બન્નેનું હોવું એક સન્માનની વાત છે.

