Surendranagar, તા.6
પાણશીણ ચેક પોસ્ટ ખાતે ટ્રાફિક ચેકિંગ દરમિયાન એક ડમ્પર ચાલક પુરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવતો ઝડપાયો હતો. પોલીસે માનવજીવન જોખમાય તેવી રીતે વાહન ચલાવવા બદલ ડમ્પર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાણશીણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ મેણીયાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, તેઓ અને એ.એસ.આઈ એ.એન. અંગારી પાણશીણ ચેક પોસ્ટ ખાતે ફરજ પર હતા. તે સમયે દાવાડથી રાજકોટ તરફ જઈ રહેલો એક ડમ્પર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવવામાં આવી રહ્યો હતો.
પોલીસે ડમ્પર રોકવાનો ઈશારો કરતા ચાલકે થોડે દૂર વાહન ઊભું રાખ્યું હતું. બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બાબતે પૂછપરછ કરતા ચાલકે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આથી પોલીસે પંચોને બોલાવી કાર્યવાહી કરી હતી.ડમ્પરનો રજીસ્ટ્રેશન નંબર GJ-13-AW-5358 હોવાનું જાણવા મળ્યું છે.
પંચો સમક્ષ પૂછપરછ કરતા ડમ્પર ચાલકે પોતાનું નામ ખીમજીભાઈ મેર (ઉંમર 31, રહે. કાંતીપરા, સુદામડા, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર) જણાવ્યું હતું. ડમ્પર ચાલકે માનવજીવન જોખમાય તે રીતે ગફલતભરી રીતે વાહન ચલાવ્યાનું સાબિત થતાં પોલીસે પંચનામું કરી તેની અટકાયત કરી હતી.આ મામલે પાણશીણ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 281 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

