Japan તા.6
જાપાનમાં આજે ફરી એકવાર જોરદાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. દેશના પશ્ચિમી તટ પર આજે મંગળવારે સવારે ભૂકંપના ઝટકા આવ્યા હતા, જેની રિકટર સ્કેલ પર તીવ્રતા 6.2 માપવામાં આવી હતી.
આ તીવ્રતાના ભૂકંપ ખૂબ જ તેજ હોય છે અને નુકસાન થઇ શકે છે. જો કે હાલ આ ભૂકંપથી જાનમાલને નુકસાનની ખૂબર નથી. જો કે ભૂકંપ બાદ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં લોકોમાં ભય ફેલાયો હતો.
આ ભૂકંપની હાલ સુનામીની ચેતવણી નથી અપાઇ, આ ભૂકંપ સવારે શિમાને પ્રાંતમાં આવ્યો હતો. જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સી (જેએમએ)એ નિવેદનમાં જણાવ્યું છે કે આ ભૂકંપ સવારે શિયોને પ્રાંતમાં અનુભવાયા હતા. સુનામીની કોઇ ચેતવણી નથી.
પ્રારંભિક અહેવાલોમાં નુકસાનના કોઇ વાવડ નથી. ઉલ્લેખનીય છે કે જાપાન પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર પાસે ચાર મુખ્ય ટેકટોનિક પ્લેટો પર આવેલ છે, આ કારણે ત્યાં અવાર-નવાર ભૂકંપ આવે છે.

