Congo, તા.૩૦
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડ્ઢઇઝ્ર)માં ઇબોલા વાયરસનો પ્રકોપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, જેને પગલે સંયુક્ત રાષ્ટ્ર (ેંદ્ગ)ના બે વરિષ્ઠ અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સમુદાયને તાત્કાલિક ધોરણે રાહત પ્રયાસો વધારવા હાકલ કરી છે. કોંગોમાં આ રોગચાળો બચાવ કામગીરી કરતાં પણ વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે.
યુએનના વરિષ્ઠ ઇબોલા સંયોજક જ્યુલિયન હાર્નીસ અને વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (ઉહ્લઁ)ના કાર્યકારી નિયામક કાર્લ સ્કાઉએ કોંગોના ઇતુરી પ્રાંતની રાજધાની બૂનિયાથી એક વર્ચ્યુઅલ પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ ગંભીર પરિસ્થિતિ અંગે વૈશ્વિક સમુદાયનું ધ્યાન દોર્યું હતું. ઉલ્લેખનીય છે કે, બૂનિયા હાલમાં આ ઇબોલા પ્રકોપનું મુખ્ય કેન્દ્ર બનેલું છે.
અધિકારીઓએ આપેલા આંકડા મુજબ, કોંગોમાં માત્ર ૨૪ કલાકમાં ઇબોલાના કારણે ૫૦ લોકોના મોત થયા છે. અહીં દર ૨૦ દિવસે કેસની સંખ્યા બમણી થઈ રહી છે, જે બચાવ ટુકડીઓની કામગીરી કરતાં ઘણી વધારે સ્પીડથી આગળ વધી રહી છે.
ઉહ્લઁના નિયામક કાર્લ સ્કાઉના જણાવ્યા અનુસાર, કોંગોમાં આ અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો ઇબોલા સંકટ છે. ભૂતકાળની સરખામણી કરતા તેમણે જણાવ્યું કે, પશ્ચિમ આફ્રિકામાં જ્યારે ૧૦૦૦ લોકોના મોત માટે ૮ મહિનાનો સમય લાગ્યો હતો, તેની સામે કોંગોમાં છેલ્લા માત્ર બે મહિનામાં જ ૧૦૦૦ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.
પૂર્વ કોંગોમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક સંઘર્ષને કારણે સ્થિતિ વધુ વણસી છે. હાલમાં આશરે ૧ કરોડ લોકો ખાદ્ય અસુરક્ષા અને ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. ઇબોલાનું કેન્દ્ર ગણાતા ઇતુરી વિસ્તારમાં જ લગભગ ૨૦ લાખ લોકોને તાત્કાલિક અનાજ અને ખાદ્ય સહાયની જરૂરિયાત છે. રોગચાળો અને ભૂખમરો બંને એકસાથે આવતા સ્થાનિક નાગરિકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.
યુએનના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વધુ ફંડિંગ, તબીબી સામગ્રી, મેડિકલ ટીમો અને અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવાની મંજૂરી ખૂબ જ જરૂરી છે.
જ્યુલિયન હાર્નીસે વિશ્વના દેશોને તેમની સીમાઓ ખુલ્લી રાખવા વિનંતી કરી છે, જેથી રાહત કાર્યકરો અને જરૂરી તબીબી સાધનો વગર કોઈ અવરોધે કોંગો સુધી પહોંચાડી શકાય.
આ સંકટને પહોંચી વળવા માટે નાણાકીય ભંડોળની ભારે અછત વર્તાઈ રહી છે. કોંગો માટે સંયુક્ત રાષ્ટ્રની માનવતાવાદી સહાય યોજના અંતર્ગત ૨.૧ અબજ ડોલરની જરૂરિયાત છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર ૪૫ ટકા ફંડિંગ જ મળી શક્યું છે. આ ઉપરાંત, ઉહ્લઁને આગામી ૬ મહિનામાં કોંગોમાં માત્ર લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશનની કામગીરી સંભાળવા માટે જ ૭.૬ કરોડ ડોલરની તાકીદની જરૂર છે, જેમાં ખોરાકનો ખર્ચ સામેલ નથી.

