(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૩૦
Morbiના કબ્રસ્તાન નજીક દીવાલ પાસે યુવાન લઘુશંકા કરવા ગયો હતો ત્યારે બસ રોડ પર પાર્ક કરેલી હોયને દીવાલ તથા બસ વચ્ચેની જગ્યામાં લઘુશંકા કરતા યુવાન પર બસનો પાછળનો ટાયરનો જોટો ફેરવી દેતા યુવાનનું ગંભીર મોત થયું હતું
મૂળ નેપાળના વતની હાલ મોરબીના બેલા ગામ નજીક વિનઆર્ટ પેકેજીંગ કારખાનામાં કામ કરતા ચંદન જગત બડુવાલ વાળાએ આઈસર બસ જીજે ૦૩ બીઝેડ ૫૪૩૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના કાકાનો દીકરો ગોપીન્દ્ર ઉર્ફે ગોપાલ પદમ બડુવાલ પણ તેની સાથે મોરબીમાં રહીને મજુરી કામ કરે છે ગત તા. ૧૬ જુલાઈના રોજ કાકાનો દીકરો ગોપીન્દ્ર મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર એપાર્ટમેન્ટ સામે કબ્રસ્તાનની દીવાલ પાસે લઘુશંકા કરવા ગયો હતો જ્યાં આઈસર કંપનીની બસ જીજે ૦૩ બીઝેડ ૫૪૩૬ વાળી પાર્ક કરેલી હતી અને બસના ચાલકે બસની આજુબાજુ જોયા વગર બસ હંકારતા ગોપીન્દ્રને બસના પાછળના ટાયરના જોટા માથે ચડાવી દઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી ચાલક નાસી ગયો હતો સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

