(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૪
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત તેમજ વિભાગીય પોલીસ અધિકારી લાઠી વિભાગ વિસ્મય માનસેતાએ અમરેલી જીલ્લાભરમાં તહેવારીયો જુગાર રમતા પતાપ્રેમીઓને ઝડપી પાડવા અને જુગારની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગારી સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે લાઠી પોલિસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પે. એમ.બી.ઔસુરાના માર્ગદર્શન નીચે લાઠી પોલીસ ટીમ દ્વારા જાનબાઇ દેરડી ગામથી સરકારી પીપળવા ગામના રોડે આવેલ બીડમાં લાલાભાઇ સોમજીભાઇ રવોલીયાની વાડીની આગળ આવેલ જાહેર જગ્યામાં ટોર્ચ લાઇટના અંજવાળે પૈસાની હાર-જીતનો જુગાર રમતા લાઠી તાલુકના દેરડી જાનબાઇ ગામે રહેતા જગદીશભાઇ દીપકભાઇ પરમાર સહીત આઠ પતા પ્રેમીઓને રોકડા રૂા.૨૫૯૭૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં લાઠી પોલિસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

