Junagadh તા.24
જુનાગઢ બીલખા રોડ પર આવેલ શીશુ મંગલ ચાર રસ્તા પાસે જુનાગઢ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે ક્રેટા કારને રોકી ચેક કરતા દારૂની નાની બોટલ 2688 કિંમત રૂા.6,04,800ના વિદેશી દારૂ સાથે કાર ચાલક સંજયકુમાર અર્જુનરામ બિશ્ર્નોઈ (ઉ.21) રે. રાજસ્થાન જીલ્લો બાડમેરને પકડી પાડેલ છે.
તેની પુછપરછ કરતા પોલીસને ગુમરાહ કરવા ક્રેટા કારમાં નંબર પ્લેટ જીજે 12 એફએફ 1407ના બદલે જીજે 27 ઈડી 8601 લગાવી આરોપી ચુનીરામ ઉર્ફે વીરદાસ રે. બાડમેર રાજસ્થાનએ નંબરપ્લેટ લગાવી હતી.
આરોપી છોટાપીશરામ રે. સંચટેરએ મહેસાણાથી કાર પાર્સીંગ કરાવી હતી. આરોપી જયેશ કનુ મુળીયાસીયા રે. ધંધુસર વંથલી અને સમીર રમેશ આહીયા રે. મેંદરડાને આ જથ્થો પહોંચાડવાનો હતો. મોબાઈલ કાર સહિત કુલ રૂા.16,17,800નો મુદામાલ કબ્જે કરી ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી છે.

