Gandhinagar,તા.૨૨
ચોમાસા પહેલાં બધા જ ફીડરોનું મેઇન્ટેનન્સ અને રિપેરિંગ કરી લેવા માટે ઉર્જા મંત્રી ઉર્જા કૌશિક વેકરિયાએ તાકીદ કરી છે. તેમણે ચોમાસા પહેલા ઉર્જા વિભાગની સમીક્ષા બેઠક યોજી હતી. ચોમાસાની સ્થિતિમાં પણ વીજ પુરવઠો પૂર્વવત્ રહે તે માટે તેમણે તૈયારી આદરવા માંડી છે. ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક કરી હતી.
ઉર્જામંત્રી કૌશિક વેકરિયાએ પીજીવીસીએલની પૂર્વ તૈયારીઓ અને મેઇન્ટેનન્સની માહિતી મેળવી હતી. તેમણે ચોમાસામાં વીજ પુરવઠો યથાવત રાખવા સૂચના આપી હતી. તેની સાથે જણાવ્યું હતું કે વીજ પુરવઠો ખોરવાયો તો જે તે વિસ્તારના જવાબદાર અધિકારી સામે પગલાં લેવામાં આવશે.
ગુજરાતમાં ચોવીસ કલાક વીજ પુરવઠો મળે છે, પરંતુ ચોમાસાના સમયે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. આવી સ્થિતિનું સર્જન ન થાય તે માટે ઉર્જામંત્રીએ અત્યારથી જ રાજ્યની બધી વીજ વિતરણ કંપનીઓને તાકીદ કરી છે. ચોમાસામાં વીજ પુરવઠો ખોરવાય ત્યારે લોકો બફારામાં ત્રાહિમામ પોકારી જાય છે. આ ઉપરાંત તેમને ચોમાસાના કારણે જે પણ સંસાધનોની તકલીફ પડતી હોય તેનો અત્યારથી જ સંગ્રહ કરી લેવા જણાવ્યું છે. ચોમાસામાં જે સ્પેરપાર્ટ્સ જોઈએ તેને અત્યારથી જ મેળવી લેવા જોઈએ એવો આદેશ પણ તેમણે આપ્યો હતો. કોઈપણ સંજોગોમાં રાજ્યનો કોઈપણ વિસ્તાર વીજવિહોણો ન રહેવો જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.
આ વખતના ચોમાસામાં રાજ્યના જે તે વિસ્તારે જો વીજવિહોણા રહેવાની ફરજ પડી તો તેની જવાબદારી તે વિસ્તારના વીજવિભાગના અધિકારીની હશે. તેણે તેનો જવાબ આપવો પડશે અને તે સંતોષકારક નહીં હોય તો તેની સામે યોગ્ય પગલાં પણ લેવામાં આવશે. આમ રાજ્યમાં પહેલી વખત વીજવિભાગના અધિકારીની જવાબદારી નક્કી કરવાનું આવતા તેમનામાં ફફડાટ વ્યાપી ગયો છે. તેના કારણે વીજવિતરણ કંપનીઓએ ચોમાસા પૂર્વે જડબેસલાક તૈયારીનો આરંભ કર્યો છે.
Trending
- Iran ના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી
- બ્રિટન જતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ!
- વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધની ચેતવણી
- RBI એ પોતાનો ખજાનો ખોલી દીધો, સરકારને ૨.૮૭ લાખ કરોડનો રેકોર્ડ ડિવિડન્ડ મળશે
- હું ઈરાનમાંથી યુરેનિયમ બહાર કાઢવાની મંજૂરી નહીં આપુંઃMojahedin Khamenei
- વિશ્વના ૨૦ સૌથી ગરમ શહેરોની યાદીમાં રહેલા બધા શહેરો ભારતના
- Everest શિખર પરથી ઉતરતી વખતે બે ભારતીયોના મોત
- CM Dhami એ પણ રસ્તાઓ પર નમાઝ પઢવા અંગે નિવેદન બહાર પાડ્યું

