Bhuj,તા.૨૨
કચ્છના માંડવીમાં આયોજિત વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ મંદિરના એક શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ અંગે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે મંચ પરથી જણાવ્યું હતું કે, “જો બ્રહ્મ સમાજ તમારી પાસે ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ છે, આ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સમગ્ર ગુજરાતના બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્વામીના નિવેદનને લઈને અનેક શહેરોમાં વિરોધના સ્વર ઉઠ્યા છે અને સમાજના આગેવાનો દ્વારા જાહેરમાં નિંદા કરવામાં આવી રહી છે.
બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે આ મુદ્દે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બ્રહ્મસમાજ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી અઘટિત, અશોભનીય અને સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડનારી છે. તેમણે સ્વામીને તાત્કાલિક અસરથી જાહેર માફી માગવાની માંગ કરી છે.
હેમાંગ રાવલે ચેતવણી આપતા જણાવ્યું કે જો સ્વામી માફી નહીં માગે તો તેમના વિરુદ્ધ વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. સાથે જ સ્વામીનું “મો કાળુ” કરનારને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને મામલો વધુ ગરમાયો છે.
બીજી તરફ રાજકોટમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા બ્રાહ્મણ સમાજને લઈને કરાયેલા નિવેદન સામે ભારે વિરોધ નોંધાયો છે. રાજકોટ ખાતે બ્રહ્મ સમાજના આગેવાનો અને સભ્યોએ બેઠક યોજી સંતના નિવેદનની કડક શબ્દોમાં નિંદા કરી હતી. સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આવા નિવેદનો સમાજમાં વિભાજન અને અશાંતિ ફેલાવવાનું કામ કરે છે. સાથે જ સંત દ્વારા તાત્કાલિક જાહેર માફી માંગવામાં આવે તેવી પણ માગ ઉઠી છે.
Trending
- Iran ના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી
- બ્રિટન જતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ!
- વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધની ચેતવણી
- RBI એ પોતાનો ખજાનો ખોલી દીધો, સરકારને ૨.૮૭ લાખ કરોડનો રેકોર્ડ ડિવિડન્ડ મળશે
- હું ઈરાનમાંથી યુરેનિયમ બહાર કાઢવાની મંજૂરી નહીં આપુંઃMojahedin Khamenei
- વિશ્વના ૨૦ સૌથી ગરમ શહેરોની યાદીમાં રહેલા બધા શહેરો ભારતના
- Everest શિખર પરથી ઉતરતી વખતે બે ભારતીયોના મોત
- CM Dhami એ પણ રસ્તાઓ પર નમાઝ પઢવા અંગે નિવેદન બહાર પાડ્યું

