Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
    • Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
    • ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
    • 03 મેનું પંચાંગ
    • 03 મેનું રાશિફળ
    • ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»T20I માં 300 રનનો સ્કોર બનાવી ઈંગ્લેન્ડે રચ્યો ઇતિહાસ
    ખેલ જગત

    T20I માં 300 રનનો સ્કોર બનાવી ઈંગ્લેન્ડે રચ્યો ઇતિહાસ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraSeptember 15, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.15

    હેરી બ્રુકના નેતૃત્વ હેઠળની ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20Iમાં 300 રનનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો. આ પહેલી વાર હતું જ્યારે T20I માં કોઈ ફુલ મેમ્બર ટીમ સામે 300 રનનો સ્કોર બનાવાયો હોય.

    અગાઉ  ટીમ ઇન્ડિયા 2024માં બાંગ્લાદેશ સામે 297 રન બનાવીને આ સીમાચિહ્ન હાંસલ કરતા ચૂકી ગઈ હતી. તે જ સમયે આ T20 ક્રિકેટના ઇતિહાસમાં ત્રીજો સૌથી મોટો સ્કોર છે. પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડે ફિલ સોલ્ટની તોફાની સદીના આધારે 2 વિકેટ ગુમાવીને 304 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 158 રનના સ્કોર પર જ આઉટ થઈ ગઈ હતી.

    ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત શાનદાર રહી. ફિલ સોલ્ટ અને જોસ બટલરની ઓપનિંગ જોડીએ પ્રથમ 10 ઓવરમાં 100 રનનો આંકડો પાર કર્યો. બટલર 30 બોલમાં 83 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો. બટલરના આઉટ થવા છતાં સોલ્ટે રનની ગતિ ધીમી ન થવા દીધી અને એક છેડેથી ચોગ્ગા અને છગ્ગા વરસાવતો રહ્યો.

    સોલ્ટે 60 બોલમાં 15 ચોગ્ગા અને 8 જબરદસ્ત છગ્ગાની મદદથી 141 રનની અણનમ ઇનિંગ રમી, જ્યારે જેકબ બેથેલે 26 અને કેપ્ટન હેરી બ્રુકે અણનમ 41 રન બનાવ્યા. 305 રનના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ સંપૂર્ણ 20 ઓવર પણ ટકી શકી નહીં. દક્ષિણ આફ્રિકા 16.1 ઓવરમાં 158 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઇંગ્લેન્ડે 146 રનના માર્જિનથી મેચ જીતી લીધી જે ટી20 આંતરરાષ્ટ્રીયમાં ઇંગ્લેન્ડની સૌથી મોટી જીત અને દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી હાર છે. ફિલ સોલ્ટને તેની શાનદાર ઇનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

    ફૂલ મેમ્બર ટીમ સામે T20I માં હાઈએસ્ટ સ્કોર

    304/2 ઇંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, માન્ચેસ્ટર 2025

    297/6 ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, હૈદરાબાદ 2024

    283/1 ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ 2024

    278/3 અફઘાનિસ્તાન વિરુદ્ધ આયર્લેન્ડ, દેહરાદૂન 2019

    267/3 ઇંગ્લેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ, તારોઉબા 2023

    T20I ક્રિકેટના ઇતિહાસમાં આ ફક્ત ત્રીજી વખત છે જ્યારે કોઈ ટીમ 300 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી છે. ઈંગ્લેન્ડ પહેલા ઝિમ્બાબ્વે અને નેપાળે આ સિદ્ધિ હાંસલ કરી છે. જેમણે આ રેકોર્ડ કોઈ ફૂલ મેમ્બર ટીમ સામે નહોતો નોંધાવ્યો.

    T20I મેચમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર

    344/4 ઝિમ્બાબ્વે વિરુદ્ધ ગામ્બિયા, નૈરોબી 2024

    314/3 નેપાળ વિરુદ્ધ મંગોલિયા, હાંગઝોઉ 2023

    304/2 ઈંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, માન્ચેસ્ટર 2025

    297/6 ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, હૈદરાબાદ 2024

    286/5 ઝિમ્બાબ્વે વિરુદ્ધ સેશેલ્સ, નૈરોબી 2024

    Creates-History england scoring 300 runs T20I
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    ભારતીય ખેલાડી મોન્ટી દેસાઈને કેનેડિયન ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

    May 2, 2026
    ખેલ જગત

    Yashasvi Jaiswal સ્ટાર્ક સામેની મેચના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો, જેનાથી કોહલી એક ખાસ ક્લબમાં જોડાયો

    May 2, 2026
    ખેલ જગત

    Gujarat Titans ટીમે Dinner સાથે Gujarat Dayની ઉજવણી કરી

    May 2, 2026
    ખેલ જગત

    15 વર્ષના Vaibhav Suryavanshiને Out કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા

    May 2, 2026
    ખેલ જગત

    Indian Premier Leagueની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી

    May 2, 2026
    ખેલ જગત

    KL Rahulની ઇચ્છા છે કે તે MahendraSingh Dhoniના પાંચ IPL Titleની બરાબરી કરે

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026

    ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!

    May 2, 2026

    03 મેનું પંચાંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.