New Delhi,તા.2
દિલ્હી કેપિટલ્સના ઓપનર કેએલ રાહુલની દિલથી ઇચ્છા છે કે તે મહેન્દ્ર સિંહ ધોનીના પાંચ આઈપીએલ ટાઇટલની બરાબરી કરે. તાજેતરમાં આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ધોનીને પાછળ છોડી દેવા અંગે રાહુલે કહ્યું, “મને ખ્યાલ પણ નહોતો કે મેં માહી ભાઈને પાછળ છોડી દીધા છે.
વ્યક્તિગત સિદ્ધિઓ સારી છે. તે મને વિશ્વાસ આપે છે કે હું યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છું. પરંતુ જો હું ધોની જેટલી ટ્રોફી જીતીશ તો મને સૌથી વધુ ખુશી થશે.” તેમણે કહ્યું, “ક્રિકેટ એક ટીમ સ્પોર્ટ છે.તમારે ટ્રોફી જીતવી છે. તમારે સફળ ટીમોનો ભાગ બનવું છે. એ હંમેશા મારું લક્ષ્ય રહ્યું છે.”

