Surendranagar, તા.6
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે એવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં ખંડણી ખોરો બેફામ બન્યા છે રાજસ્થાન થી સુરેન્દ્રનગરના ધાંગધ્રાના નરસિંહપરા વિસ્તારમાં મદનલાલ પટેલ અને તેમના પત્ની અને બે બાળકો વસવાટ કરે છે અને મદનલાલ પોતે ધાંગધ્રા બસ સ્ટેન્ડ નજીક પાઉભાજીનો ધંધો કરી અને પોતાનું અને પોતાના પરિવારજનોનું જીવનધોરણ ચલાવી રહ્યા છે.
ત્યારે મદનલાલ પોતે ધાંગધ્રાના નરસિંહપરા વિસ્તારમાં વસવાટ કરે છે ત્યારે તેમના ઘરે જઈ અને ચાર જેટલા ઈસમો દ્વારા 50 હજાર રૂપિયાની ખંડણી માગવામાં આવી. જો તારે લારી શરૂ રાખવી હોય તો 50 હજાર રૂપિયા આપવા પડશે. પરંતુ મદનલાલ પાસે પૂરતી રકમ ન હોવાના કારણે ખડણીની રકમ આપવાનીના પાડી હતી
ત્યારબાદ સંજય ચૌહાણ છત્રપાલસિંહ ઝાલા અંકિત રાવલ અને કેતન મકવાણા નામના ઇસમો દ્વારા મદનલાલ પટેલ ના ગરબા ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને ત્યારબાદ ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી તેટલું જ નહીં ધાર્યા ધોકા પાઇપ જેવા શસ્ત્ર સાથે ઘરમાં રહેલા મદનલાલ અને તેમના પત્ની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે મદનલાલ ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે.
છેલ્લા ચાર વર્ષથી અલગ અલગ પ્રકારે ખડણીખોરો ખંડણી લઈ જતા હોવાની હૈયા વરાળ મદનલાલે ઠાલવી છે બસ સ્ટેન્ડ નજીક જ્યાં લારી રાખવામાં આવે છે ત્યાં આવી અને લારીના ગલ્લામાં પડેલ રૂપિયા વારંવાર લઈ જતા હોય અને ધમકીઓ આપતા હોવાની હૈયા વરાળ પણ મદદલાલ દ્વારા ઠાલવવામાં આવી છે સમગ્ર ઘટના મુદ્દે મદનલાલના પત્નીને પણ પગના ભાગે ટાંકા આવ્યા છે અને તે પણ પોતે ઈજાગ્રસ્ત બન્યા છે મદનલાલ ને માથાના ભાગે ઇજાઓ પહોંચી હોવાના કારણે તેમની હાલત ગંભીર છે અને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં તેમને સારવાર માટે રાખવામાં આવ્યા છે.
હાલના તબક્કામાં સમગ્ર ઘટના મુદ્દે ચાર જેટલા ઇસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે હુમલા દરમિયાન મદનલાલના પત્નીના ગળામાં પહેરેલા મંગલસૂત્રની પણ લૂંટ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર ઘટના મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે.
ધ્રાંગધ્રામાં બનેલી ઘટના બાદ ભોગ બનનાર દ્વારા 112માં ફોન કરવામાં આવ્યો હતો ત્યારબાદ ધાંગધ્રા સીટી પોલીસ દ્વારા પણ આ મુદ્દે ઘટના સ્થળે તપાસ કરી અને ત્યારબાદ સમગ્ર બનાવ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પરિવારને ન્યાય મળે અને ખંડણીખોરો ઉપર કડક કાર્યવાહી થાય તે માટે સ્પેશિયલ લોકલ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે હાલના તબક્કામાં ખંડણી ખોરો હુમલો કરી અને નાસી ગયા છે ત્યારે તેમને કાયદાનું ભાન કરાવવામાં આવશે તેવી ખાતરી ભોગ બનનાર પરિવારજનોને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા કરવામાં આવી છે.
ધાર્યા ધોકા પાઇપ જેવા શસ્ત્રોથી ચાર જેટલા ઈસમો દ્વારા ધાંગધ્રાના દંપતિએ ખંડણી ન આપતા તેમના ઉપર હુમલો કર્યો છે આ મુદ્દે તપાસ ચાલી રહી છે ત્યારે ભોગ બનનાર મદનલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખંડણીખોરો દ્વારા તેમના મોબાઈલ ફોનમાં ફોન કરવામાં આવી રહ્યો છે જો તું પૈસા નહિ આપે તો તારો ધંધો નહીં ચાલવા દેવામાં આવે અને તારા બાળકો જે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે.
ત્યાંથી અપહરણ કરી અને તારા બાળકોને ઉઠાવી જઈસુ ખંડણીખોરો બેફામ બનતા હવે ન્યાયની માંગણી સાથે જિલ્લા પોલીસ વડાને પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે અને તમામ ખંડણીખોરો સામે કડક કાર્યવાહી માંગ કરવામાં આવી છે.

