જંગલ જમીનના ૭/૧૨ના ઉતારામાં હજુ સુધી રેકોર્ડ પર નકશાની સત્તાવાર નોંધ કરવામાં આવી નથી
Chhota Udepur તા.૨૭
છોટા ઉદેપુર જિલ્લામાં જંગલ જમીન ખેડતા ખેડૂતોના લાંબા સમયથી અણઉકેલાયેલા પ્રશ્નોને લઈને સ્થાનિક ખેડૂતો તથા લોકસંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છેલ્લા ૨૦ વર્ષથી પેન્ડિંગ રહેલા જમીનના દાવાઓનો તાકીદે નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.
આવેદનપત્રમાં રજૂઆત કરતાં જણાવાયું હતું કે, વર્ષ ૧૯૮૦ની મર્યાદામાં ખેડૂતોને મળેલી જંગલ જમીનના ૭/૧૨ના ઉતારામાં હજુ સુધી રેકોર્ડ પર નકશાની સત્તાવાર નોંધ કરવામાં આવી નથી. આ ઉપરાંત, વર્ષ ૨૦૦૬ના વન અધિકાર અધિનિયમ (હ્લઇછ) હેઠળ મંજૂર થયેલી જંગલ જમીન અંગે પણ ખેડૂતોને પ્રત્યક્ષ રીતે ભૌતિક કબજો સોંપવામાં આવ્યો નથી.ખેડૂતો અને લોકસંગઠન દ્વારા કરવામાં આવેલી માંગણીઓ•વન અધિકાર હેઠળ પેન્ડિંગ રહેલી તમામ જૂની ફાઈલોનો સત્વરે અને કાયદાનુસાર નિકાલ કરવો.
- વર્ષ ૧૯૮૦ના નિયમો હેઠળ મળેલી જમીનના ૭/૧૨ના રેકોર્ડમાં નકશા દાખલ કરવા.
- વન અધિકાર અધિનિયમ હેઠળ પાત્ર ઠરેલા ખેડૂતોને જમીનનો પ્રત્યક્ષ અને ભૌતિક કબજો સોંપવો.લોકસંગઠનના અગ્રણીઓ અને ખેડૂતોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે ખેડૂતોના હક-અધિકારોને ધ્યાનમાં રાખીને પેન્ડિંગ દાવાઓ અંગે ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો ખેડૂતોના આ પડતર પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે તો સમગ્ર જિલ્લાના ખેડૂતો આંદોલન આદરશે.

