નેપાળમાં પૂરની ભયાનક પરિસ્થિતિને જોતાં વિદેશ મંત્રી એસ જયશંકરે વિશેષ સમીક્ષા બેઠક યોજી હતી
Kathmandu, તા.૨૭
નેપાળના ૩ જિલ્લાઓમાં ભોટેકોસી નદીમાં અચાનક આવેલ પૂરથી મચેલી તબાહી બાદ ખતરો હજુ ટળ્યો નથી. ચીન તરફથી આ અંગે એલર્ટ આપવામાં આવ્યું છે. ચીનના જળ સંસાધન મંત્રાલયે કહ્યું કે નેપાળમાં છોછેન ખોલા અને પુરેપુ ત્સાંગપો નદીઓના સંગમ નજીક એક મોટી બેરિયર લેક બની ગઈ છે, જેનું જળ આયતન ગુરુવારસવાર સુધીમાં ૨૦ લાખ ઘન મીટર અનુમાનિત છે અને તળાવ પહેલાથી જ ઓવરફ્લો થઈ રહી છે. આગામી ૩ દિવસોમાં ૩૦ લાખ ઘન મીટર વધારાનું પાણી તળાવમાં આવવાની અપેક્ષા છે, જેનાથી તેના તૂટવાનું વધુ છે.
તો બીજી તરફ પૂરની ભયાનક પરિસ્થિતિને જોતાં વિદેશ મંત્રી એસ જયશંકરે વિશેષ સમીક્ષા બેઠક યોજી. આ બેઠકમાં વિદેશ મંત્રાલયની ટીમ અને કાઠમંડુ તથા બીજિંગમાં ભારતના રાજદૂત હાજર રહ્યા હતા. આ દરમિયાન રાહત અને બચાવ કાર્યોની સાથે સાથે પ્રભાવિત વિસ્તારોમાં હાજર લોકોની સુરક્ષા પર ચર્ચા કરવામાં આવી હતી.
વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ પર માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, નેપાળમાં આવેલ પૂરની આપત્તિને લઈને મે વિદેશ સચિવ, વિદેશ મંત્રાલય (સ્ઈછ) ની ટીમ અને કાઠમંડુ તથા બીજિંગમાં ભારતના રાજદૂતો સાથે સમીક્ષા બેઠક કરી. પૂર પ્રભાવિત વિસ્તારોમાં હાજર તમામ ભારતીયોની સ્થિતિ અને તેમની સુરક્ષા વિશે માહિતી મેળવવા માટે ઝડપથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જયશંકરે જણાવ્યું કે આ સંદર્ભમાં વિદેશ મંત્રાલય વિવિધ મંત્રાલયો, રાજ્ય સરકારો, ટૂર ઓપરેટરો અને પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે સમન્વય કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આપણે રાહત અને બચાવ કાર્યોની સાથે-સાથે આ મામલે નેપાળ સરકાર અને સંબંધિત અધિકારીઓ સાથે પણ સંપર્કમાં છીએ અને મળીને કામ કરી રહ્યા છીએ.
૨૬ ઓગસ્ટના રોજ નેપાળમાં આવેલ ભીષણ પૂરે ભારે તબાહી મચાવી હતી. આ પૂર ત્યારે આવ્યું જ્યારે ભોટેકોસી નદીની સહાયક નદી ’લ્હેન્ડે’નો પ્રવાહ એક હિમસ્ખલનના કારણે રોકાઈ ગયો. ત્યારબાદ સૌથી પહેલા નેપાળ-ચીન સરહદ નજીક રસૌવાગઢી વિસ્તારમાં સ્થિત તિમુરે ગામ પ્રભાવિત થયું હતું.
આ અંગે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ વિસ્તારમાં વરસાદ થયો ન હતો, તેથી લોકોને આ આપત્તિ આવવાનો કોઈ અંદાજ પણ નહોતો. પૂર આવ્યા સમયે લોકો પોતાની રોજિંદી પ્રવૃત્તિઓમાં લાગેલા હતા. નેપાળના આ કઠિન સમયમાં ભારતની સાથે સાથે અન્ય દેશો પૂર્ણ સહયોગ આપી રહ્યા છે.

