(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli,તા.25
ઝર જમીન અને જોરૂ, ત્રણેય કજીયાના છોરૂ, કહેવતને સાર્થક કરતો એક બનાવ ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામે બનેલ છે. જેમાં જુનાગઢના બે ઈસમોએ વેચાણથી રાખેલ જમીન ઉપર ધારી તાલુકાના બોરડી ગામે રહેતાં કેટલાંક ઈસમો તે ખેતરમા ટ્રેકટર ચલાવતા હોય જેથી જમીન માલિકે આરોપીઓને કહેલ કે, આ જમીન અમોંએ વેચાતી રાખેલ છે.
જેનો દસ્તાવેજ અમારી પાસે છે. અને 7-12 માં પણ અમારૂં નામ આવે છે. અને તમારી પાસે આ જમીનના આધાર પુરાવા હોય તો બતાવો તેમ કહેતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ એકસંપ કરી ગેરકાયદે મંડળી રચી ખપાળી તથા કોદાળી વડે માર મારી ગંભીર ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધારી પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
જુનાગઢ ગામે કલેકટર કચેરી પાછળ આવેલ મીરાનગરમાં રહેતાં નરેશભાઇ અરજણભાઇ સોલંકી નામનાં 39 વર્ષીય ખેડુત તથા તેના મિત્ર સિધ્ધરાજભાઇ નટુભાઇ ખુમાણ બન્ને ગત તા.23 ના બપોરના આશરે 1/30 વાગ્યે ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામે નરેશભાઇએ વેચાણથી રાખેલ ખેતરમા આટો મારવા ગયેલ હતા. ત્યારે ધારી તાલુકાના બોરડી ગામે રહેતાં લાલજીભાઇ ઉર્ફે લલીતભાઇ હરજીભાઇ શીરોયા, ભદ્રેશભાઇ હરજીભાઇ શીરોયા, અશોકભાઇ શીરોયા, નારણભાઇ શીરોયા તથા સુરેશભાઇ પાંચાભાઇ કોટડીયા સહિત પાંચેય આરોપીઓએ નરેશભાઇના ખેતરમા ટ્રેકટર ચલાવતા હતા. જેથી નરેશભાઇએ આરોપીઓને કહેલ કે, આ જમીન અમે તથા સીધ્ધરાજભાઇએ વેચાતી રાખેલ છે.
જેનો દસ્તાવેજ તેમની પાસે છે. અને 7-12 માં પણ અમારૂં નામ આવે છે. અને તમારી પાસે આ જમીનના આધાર પુરાવા હોય તો બતાવો તેમ કહેતા પાંચેય આરોપીઓએ નરેશભાઇ તથા તેમનાં મિત્રને ગાળો દેવા લાગેલ હોય જેથી આરોપીઓને ગાળો બોલવાની ના પડતાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ સીધ્ધરાજભાઇને લાકડાના હાથાવાળી કોદાળીનો એક ધા ડાબા મારી ફેકસર કરી નાખેલ હોય અને બીજાં આરોપીઓએ હાથમા રહેલ લોખંડની ખપાળીનો એક ધા નરેશભાઇના ડાબા હાથે મારી તેમને પણ ફેકચર કરી તથા માથાના ઉપરના ભાગે કોદાળીનો એક ધા માર મારી ગંભીર ઇજાઓ કરી આરોપીઓએ એકસંપ કરી ગેરકાયદે મંડળી રચી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધારી પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

