Morbi,તા.02
કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સામે કાયદેસર કાર્યવાહી અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે તપાસ ચલાવી
મોરબી સીટી બી ડીવીઝન પોલીસે કારમાં દેશી દારૂની હેરાફેરી કરનાર મહિલા આરોપીને ઝડપી લઈને ૬૫૦ લીટર દેશી દારૂ અને ઝાયલો કાર સહીત ૪.૩૦ લાખનો મુદામાલ કબજે લીધો છે મહિલા આરોપી સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ઝડપાયો છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હય દરમિયાન બાતમીને આધારે ઝાયલો કાર જીજે ૦૩ સીઆર ૭૬૩૯ વાળીને ઝડપી લઈને તપાસ કરતા ૬૫૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂ ૧.૩૦ લાખ, કાર કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૪.૩૦ લાખનો મુદામાલ જપ્ત કરી મહિલા આરોપી મુમતાઝ ઈસ્લામુદીન અબ્બાસ જામ રહે માળિયા વનાળીયા સોસાયટી સો ઓરડી મોરબી વાળાને ઝડપી લીધા છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળી આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અન્ય આરોપી હુશેન રહે સુરજબારી તા. સામખીયાલી વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે