Surendranagar,તા.31
ચોટીલા ડિવિઝનમાંથી ગેરકાયદે ખનન અને પરિવહન કરતા કુલ 17 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ વાહનો પાસેથી 40,92,574નો દંડ વસૂલી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. ગત 1 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રે 2 થી 3 વાગ્યાના અરસામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી.
ચોટીલા-જસદણ નેશનલ હાઈવે પર લાખણકા ગામ નજીક અલખધણી હોટલ પાસેથી 8 વાહનો પકડાયા હતા. આ ઉપરાંત, ચોટીલા-અમદાવાદ નેશનલ હાઈવે અને ડિવિઝનના અન્ય વિસ્તારોમાંથી પણ વાહનો જપ્ત કરાયા હતા, જેનો કુલ આંકડો 17 થયો હતો. આ તમામ વાહનો રોયલ્ટી પાસ વગરના, ઓવરલોડ અને ગેરકાયદેસર રેતી-માટી ભરેલા હતા.
જપ્ત કરાયેલા વાહનોના માલિકો સામે ‘ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017)’ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. વાહન માલિકો દંડની રકમ ભરવા સંમત થયા હતા.
તા. 29ના રોજ માલિકો દ્વારા કુલ રૂ।.40,92,574નો દંડ સુરેન્દ્રનગરની SBI શાખાના ચલણ મારફતે કચેરીમાં જમા કરાવવામાં આવ્યો હતો. દંડ ભરપાઈ થયા બાદ તમામ જપ્ત કરાયેલા વાહનોને મુક્ત કરવામાં આવ્યા હતા.

