Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
    • Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા
    • 6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2
    • આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે
    • ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે
    • America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી
    • 12 જુલાઈનું પંચાંગ
    • 12 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli ની કલેક્ટર કચેરીના પટાંગણમાં પાંચ યુવાનોનો આત્મવિલોપનનો પ્રયાસ
    સૌરાષ્ટ્ર

    Amreli ની કલેક્ટર કચેરીના પટાંગણમાં પાંચ યુવાનોનો આત્મવિલોપનનો પ્રયાસ

    Vikram RavalBy Vikram RavalMay 26, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli,તા.26

    અમરેલીમાં ૧૦ દિવસ પહેલા અનુસૂચિત જાતિના યુવકની હત્યા કરાઈ હતી, જેમાં ઢીલી પોલીસ તપાસ અને ન્યાય નહીં મળ્યાની લાગણી સાથે આજે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન ૫ાંચ યુવકોએ શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. જો કે, પોલીસે તેમને આત્મવિલોપન કરતા રોક્યા હતા અને વોટરકેનનથી પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારબાદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.ભાવનગર સરકારી હોસ્પિટલમાં બે દિવસથી યુવકનો મૃતદેહ નહીં સ્વીકારીને દલિત સમાજ ધરણાં પર બેઠો છે ત્યારે અમરેલીની ઘટનાથી ઉહાપોહવિગત એવી છે કે, અમરેલીમાં ગત તા.૧૫મીએ બપોરે લાઠીના ચરખડી ગામનો નિલેશ  રાઠોડ નામનો યુવક માર્કેટીંગ યાર્ડ નજીક દુકાને ફ્રાઈમ્સ લેવા માટે ગયો હતો, જ્યાં દુકાનદારના દીકરાને ‘બેટા’ શબ્દથી સંબોધન કર્યું હતું.

    આ શબ્દ પ્રયોગથી બાળકના પિતા ચોથાભાઈ ભરવાડે ઉશ્કેરાઈને જાતિ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ૧૫ લોકોને બોલાવીને લાકડી અને કુહાડીથી ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં નિલેશને માથામાં કુહાડીનો જોરદાર ઘા ઝીંકી દેવાતા ગંભીર ઈજા થવાથી સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ૧૫ શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યાં બે દિવસ પહેલા તેનું મોત નીપજતા દલિત સમાજમાં આક્રોશ ફેલાઈ ગયો હતો અને આરોપીઓને તાત્કાલિક પકડવા, કડકમાં સજા કરવા, મૃતક યુવાનનાં પરિવારમાં એક વ્યક્તિને સરકારી નોકરી અને જમીન આપવા સહિતની માંગણી સાથે ધરણાં પર બેસી જઈને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.

    પરિણામે પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કરીને ૧૧ આરોપીઓને ઝડપી લીધા હતા અને બીજા મુદે બે દિવસથી સમજાવટ ચાલતી હતી. આ દરમિયાન આજે બપોરે અમરેલીમાં કલેક્ટર કચેરી ખાતે ન્યાયની માંગણી સાથે દલિત સમાજના ટોળા ઉમટી પડયા હતા. જેના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે કલેક્ટર કચેરી ખાતે પોલીસના ધાડા ઉતારીને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે, અચાનક પાંચ જેટલા દલિત યુવાનોએ ‘ન્યાય આપો.. ન્યાય આપો..’ના નારા સાથે સરાજાહેર પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને દિવાસળી ચાંપવાનો પ્રયાસ કરતા હો..હા.. દેકારો મચી ગયો હતો. જેથી તુરંત જ ત્યાં બંદોબસ્તમાં ગોઠવાયેલી પોલીસે તેઓને અટકાવ્યા હતા અને ફાયર બ્રિગેડની મદદથી તેઓની ઉપર વોટરકેનનથી પાણીનો મારો ચલાવીને આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ સાથે પાંચેય યુવાનોને મેડિકલ ચેકઅપ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસે કલેક્ટર કચેરી ખાતેથી લોકોને સમજાવટથી પરત મોકલ્યા હતા અને મુખ્ય વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ

    July 11, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: પોક્સોના ગુનામાં ૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    July 11, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: બંધ ટ્રકમાં અર્ટિગા કાર ઘૂસી ગઈ, ચારના મોત, બેની હાલત અતિ ગંભીર

    July 11, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh ગિરનાર પર ૧૨ વર્ષના બાળકનો શિકાર કરનારો નરભક્ષી સિંહ પાંજરે પુરાયો

    July 11, 2026
    સૌરાષ્ટ્ર

    ઓમાનના દરિયામાં ગુજરાતનું માલવાહક જહાજ ડૂબ્યુંઃ ૨ Gujarati ખલાસીઓના મોત, ૧૨નું સફળ રેસ્ક્યૂ

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026

    આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે

    July 11, 2026

    ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે

    July 11, 2026

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.