Amreli,તા.3
બાબરાના મોટા દેવળીયા ગામે જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી ગુનો નોંધેલ છે. બાબરા તાલુકાના ત્રંબોડા ગામે રહેતાં યુવરાજ વિરકુભાઇ જેબલીયા, બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે રહેતાં વિશ્વજીત ઉર્ફે વિશુ હસુભાઇ વાળા, ચોટીલા તાલુકાના પીપરીયા ગામે રહેતાં કૃષ્ણભાઇ ઉર્ફે કિશોર ગભરૂભાઇ ધાધલ તથા બાબરા તાલુકાના ફુલઝર ગામે રહેતાં વિપુલ ઉર્ફે ગની નામના ચારેય ઇસમો ગત તા.1 ના મોડી રાત્રે મોટા દેવળીયા ગામે વાડીના પડમાં જાહેરમાં લેમ્પના અંજવાળે તીનપત્તીનો જુગાર રમતાં હોય આ અંગે સ્થાનિક પોલીસને બાતમી મળતાં દરોડો પાડી રોકડ રકમ રૂપિયા 19,300 ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન 3 પકડાઇ જઇ તથા એક આરોપી નાસી જતા પોલીસે તેમની શોધખોળ આદરી છે.
બાબરા તાલુકાના જીવાપર (કરીયાણા) ગામે રહેતા.ઉમેશભાઇ મનસુખભાઇ પીપળવા નામનાં 32 વર્ષીય યુવકે પોતાની આર્થિક તકલીફના લીધે કંટાળી જઇ અને મનમા લાગી આવતા ગત તા.29 ના સાજના આશરે છએક વાગ્યે કરીયાણા (જીવાપર) ગામે પોતે પોતાની મેળે કપાસમાં છાટવાની ઝેરી દવા પી જતા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

