રૂ. ૧૭ હજારની રોકડ સાથે સાત પત્તા પ્રેમી ઝડપાયા
Jasdan,તા.02
જસદણ તાલુકાના ગઢડીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમીને જસદણ પોલીસે ઝડપી, જુગારના પટમાંથી રૂ.૧૭.૭૦૦ની રોકડ કબ્જે કરી છે બનાવની પ્રાપ્ત વિગત મુજબ જસદણ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે , ગઢડીયા ગામની સીમમાં આવેલી વિજય જેમાંભાઈ જીંજરિયાની વાડી પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે જસદણ પોલીસે જુગારનો દરોડો પાડી જુગાર રમતો વિજય જેમાભાઈ જીંજરીયા, પ્રકાશ શંભુભાઈ બાવરીયા, બાબુ ભાયાભાઈ જીંજરિયા, અશ્વિન ખોડાભાઈ ઝાપડિયા, કેતન વાઘજીભાઈ શેખ, અજય મનસુખભાઈ શેખ, હર્ષદ કરસનભાઈ શેખ, સંતોષ બહાદુરભાઈ જીંજરિયા , ભાવેશ ધીરુભાઈ ઝાપડિયા અને જયરાજ જુગાભાઈ મેણીયા નામના પતાપ્રેમીઓને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ. ૧૭.૭૦૦ની રોકડ કબ્જે કરી છે.