Surendranagar,તા.12
રાજકોટમાંથી મળી આવેલી રાજકુમાર જાટના મૃતદેહને લઇને ચકચાર ફેલાઇ હતી. ગણેશ જાડેજાએ જાતે જ પોતાનો નાર્કોટેસ્ટ થાય તેવી કોર્ટ સમક્ષ અરજ કરી હતી. ત્યારે એફએસએલના અધિકારીઓ દ્વારા ગણેશ જાડેજાનો નાર્કોટેસ્ટ કર્યો હતો.તપાસ અધિકારી જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે નાર્કોટેસ્ટ પૂરો થઇ ગયો છે. તેમાં અમારે હાજર રહેવાનું હોતું નથી. 2 દિવસ આસપાસ એફએસએલ અમને રિપોર્ટ આપશે. તે રિપોર્ટને આધારે તપાસ કરવામાં આવશે.

