Amreliતા.16
ગુગલ મેપમાં ગામ બહાર આવેલ અલગ અલગ મંદીરોના લોકેશનો સર્ચ કરી અને લોકેશનો મેળવ્યા બાદમાં ગુગલ મેપમાં સર્ચ કરેલ મંદીરોની રૈકી કરી બાદમાં મોટર સાયકલો લઇને જે જગ્યાએ મંદીર ચોરી કરવાં માટે લોકેશન આધારે ભેગા થતા અને મંદીરોમાં ચોરીના ગુનાઓ અંજામ આપી મોટર સાયકલો લઇ જતા રહેતા હતા. આવા ૧૮ મંદીરોમાં ઘરફોડ ચોરી કરતી હાઇફાઇ ટેક્નોલોજીનો ઉપયોગ કરતી ગેંગના છ ઇસમોને રોકડ રકમ તથા વાહન મળી રૂપિયા ૨,૨૫,૬૯૫ ના મુદ્દામાલ સાથે ૬ ઈસમોને પકડી પાડી, મંદીર ચોરીના ગુનાઓ ભેદ અમરેલી એલ.સી.બી. ટીમે ઉકેલી નાંખેલ છે.
અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી સુચના આપેલ હતી. જેને લઈ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.ડી. ચાવડાની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે એલ.સી.બી. ટીમ દ્રારા ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ કમલેશભાઇ ઉર્ફે કમીશ ચંદરસીંગ બામનીયા, (રહે મુળ મધ્યપ્રદેશ, હાલ ડોડીયાળા ગામની સીમ, તા.જસદણ, જિ.રાજકોટ), ગોપાલ ઉર્ફે ગુડીયો સરદાસભાઇ બામનીયા, રહે.મુળ મધ્યપ્રદેશ હાલ સાંણથલી ગામની સીમ, તા.જસદણ, જિ.રાજકોટ), નરપતસિંહ સુભાન ઉર્ફે સોબાનભાઇ ગાવડ, રહે. મધ્યપ્રદેશ હાલ માલવીયા પીપરીયા ગામની સીમ, તા.લાઠી, જિ.અમરેલી), બાયસીંગ પારૂભાઇ અજનાર, મુળ મધ્યપ્રદેશ હાલ રહે.બાંભણીયા ગામની સીમ, તા.વડીયા,જિ.અમરેલી), સીરદાર ઉર્ફે સરદાર કેલસીંગ મહેડા, રહે.મુળ મધ્યપ્રદેશ હાલ બાંભણીયા ગામની સીમ, તા.વડીયા, જિ.અમરેલી) તથા સુરેશભાઇ કાળીયાભાઇ ઉર્ફે કાળુભાઇ બામનીયા, (રહે મુળ મધ્યપ્રદેશ હાલ રહે.માલવીયા પીપરીયા ગામની સીમ, તા.લાઠી, જિ.અમરેલી) સહિત છ શકમદ ઇસમોને પકડી, તેમની સઘન પુછપરછ કરતા આ આરોપીઓ ગુગલ મેપમાં અલગ અલગ ગામ બહાર આવેલ અલગ અલગ મંદીરોના લોકેશનો સર્ચ કરતા અને તેના લોકેશનો મેળવ્યા બાદમાં ગુગલ મેપમાં સર્ચ કરેલ મંદીરોની રૈકી કરતા, ગુગલ મેપના લોકેશન સાગરીતોને મોકલતા. બાદમાં મોટર સાયકલો લઇને જે જગ્યાએ મંદીર ચોરી કરવાનું નકિક થયેલ હોય તે જગ્યાએ લોકેશન આધારે ભેગા થતા અને બાદમાં રેકી કરેલ મંદીરોમાં ઘરફોડ ચોરીના ગુનાઓ અંજામ આપી મોટર સાયકલો લઇ જતા રહેતા હતા. અમરેલી જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાં આવેલ ૧૮ મંદીરોમાં ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ હતી. તેથી પકડાયેલ આરોપીઓ પાસેથી ચોરીના ઉપયોગમાં લીધેલ વાહન તથા રોકડ રકમ રૂ.૭૦,૬૯૫, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ–૬ કિંમત રૂપિયા ૪૫,૦૦૦, મોટર સાયકલ નં.MP 09 XD 8634 કિંમત રૂપિયા ૬૦,૦૦૦ તથા બીજું મોટર સાયલ જેના નં.GJ 14 Q 4322 જેની કિંમત રૂ.૫૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૨,૨૫,૬૯૫ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં તેના સાગરીતો સાથે મળી વીસેક દિવસ પહેલા લાઠી તાલુકાના માલવીયા પીપરીયા ગામે આવેલ ગેલ માતાજીના મંદીરમાંથી એક મોટુ ચાંદીનુ છત્તર તથા અન્ય નાના છત્તર નંગ-૪ તથા સોનાનો ચેઇન તથા ચાંદીના ઝાંઝર તથા ગ્લાસ વિગેરેની ચોરી કરેલ હતી.
ચારેક મહિના પહેલા લીલીયા તાલુકાના અંટાળીયા ગામે આવેલ અંટાળેશ્વર મહાદેવ મંદીરમાં તથા પ્રેમસાહેબ આશ્રમના મંદીરમા તથા ડોબરીયા પરીવારના ખોડીયાર માતાના મઢમા તથા લાઠીયા પરીવારના ખોડીયાર માતાના મઢમા તથા જાત્રુડા ગામે દોમડીયા પરીવારના નાગબાઇ માતાના મઢમાંથી દાનપેટીઓ તોડી ચોરીઓ કરેલ હતી.
ચારેક મહિના પહેલા વડીયા તાલુકાના બાંભણીયા ગામે ખોડીયાર માતાજીના મંદીરમાંથી દાનપેટી તોડવાની ઘણી કોશીક કરતા નહી તુટતા દાનપેટી લાખાપાદર ગામ જવાના રસ્તે લઇ જઇ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે.
ચારેક મહિના પહેલા લાઠી તાલુકાના અડતાળા ગામે હનુમાનજીના મંદિરનો દરવાજાનો તોડી હનુમાનજીની મુર્તી ઉપર ચાંદીનો મુંગટ તથા ચાંદીનો હાર તથા નાના મોટા છત્તર ૧૨ જેટલાની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે.
દશેક મહિના પહેલા ઢસા ગામે નારાયણનગર વિસ્તારમા આવેલ રામાપીરના મંદિરમાંથી દાનપેટી તોડી જેમાંથી રોકડા રૂપિયા આશરે બારેક હજાર જેટલી રકમની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે.
એક મહિના પહેલા ગોંડલ તાલુકાના સતાપર ગામે આવેલ માનવ આશ્રમ મંદીરમાં રાત્રીના ચોરી કરવા ગયેલ અને આ મંદીરમાંથી ચાંદીના છત્તરની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે.
ચારેક મહિના પહેલા વડીયા તાલુકાના લુણીધાર ગામે આવેલ સરધારા પરીવારના માતાજીના મંદિરે રાત્રીના સમયે ચોરી કરવા ગયેલ અને ત્યાંથી ચાંદીના નાના – મોટા આશરે ૧૭ થી ૧૯ છત્તરની ચોરી કરેલ અને તે જ રાત્રીના લુણીધાર ગામે આવેલ સ્વામીનારાયણ મંદીરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે.
ચારેક મહિના પહેલા જસદણ તાલુકાના સાણથલી ગામે આવેલ મંદિરના દરવાજાના નકુચા તોડી નાના- મોટા છત્તરની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે.
ચારેક મહિના પહેલા અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદીરે રાત્રીના સમયે ચોરી કરવા ગયેલ અને આ મંદીરમાંથી ચાંદીના છત્તરની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે.
એકાદ મહીના પહેલા ગોંડલ તાલુકાના કુંભાજીની દેરડી ગામે મંદિરે ચોરી કરવા ગયેલ અને મંદીરમાંથી ચાંદીના છત્તરની ચોરી કરેલ અને ત્યાંથી નીકળી બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે આવેલ અને ત્યાં એક મંદિર ચોરી કરેલ હોવાનુ જણાવેલ છે.
ચારેક મહિના પહેલા અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે આવેલ બાવીશી પરીવારના ખોડીયાર માતાજીના મંદીરમાંથી ચાંદીના છત્તર તથા દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે.
પાંચેક મહિના પહેલા બાબરા તાલુકાના થોરખાણ ગામે આવેલ મંદીરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે.
પકડાયેલ ઇસમો ગુગલ મેપમાં ગામ બહાર આવેલ અલગ અલગ મંદીરોના લોકેશનો સર્ચ કરતા અને તેના લોકેશનો મેળવ્યા બાદમાં ગુગલ મેપમાં સર્ચ કરેલ મંદીરોની રૈકી કરતા, ગુગલ મેપના લોકેશન સાગરીતોને મોકલતા. બાદમાં મોટર સાયકલો લઇને જે જગ્યાએ મંદીર ચોરી કરવાનું નકિક થયેલ હોય તે જગ્યાએ લોકેશન આધારે ભેગા થતા અને બાદમાં રેકી કરેલ મંદીરોમાં ઘરફોડ ચોરીના ગુનાઓ અંજામ આપી મોટર સાયકલો લઇ જતા રહેતા હતા.

