Surendranagar, તા.5
વિસ્ફોટ એટલો ભયંકર હતો કે મૃતકના શરીરના અવશેષોના ટુકડા થઈ ગયા હતા અને એક હાથ ગુમ થયો હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાને પગલે થાનગઢ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી ત્યારે આસમગ્ર મામલાની તપાસ શ કરવામાં આવી છે
આ બનાવ અંગે જાણ થતા થાન મામલતદાર પી જી સોલંકી સ્થળ પર દોડી ગયા હતા અને તપાસની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા પણ ઘટનાની નોંધ લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
જો કે ખાણ ખનીજ વિભાગ નિંદ્રામાં હોય તેમ જોવા મળી રહ્યું છે. જિલ્લાના થાનગઢ તાલુકાના નવાગામ વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર પથ્થરની ખાણમાં ગઈકાલે સાંજે ગંભીર અકસ્માત થયો હતો.
ગેરકાયદેસર પથ્થરની ખાણમાં જિલેટિન વિસ્ફોટ દરમિયાન 60 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. ગેરકાયદેસરની આ જિલેટિન વિસ્ફોટ દરમિયાન દુર્ઘટનામાં 60 વર્ષીય વૃદ્ધનું મોત નિપજતા હાહાકાર મચી ગયો છે.

