Mumbai,તા.20
T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત સાથે જ ક્રિકેટ જગતમાં સૌથી મોટી ચર્ચા સ્ટાર ઓપનર શુભમન ગિલની બાદબાકીને લઈને થઈ રહી છે. પસંદગી સમિતિએ ગિલને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન આપ્યું નથી.
આ અંગે હવે ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે મૌન તોડ્યું છે અને ગિલને ટીમમાંથી પડતો મૂકવા પાછળનું સ્પષ્ટ કારણ જણાવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચીફ સિલેક્ટર અજીત અગરકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘શુભમન ગિલ હાલમાં અપેક્ષા મુજબ રન બનાવી રહ્યો નથી.’
ગત વર્લ્ડ કપ દરમિયાન પણ તે ટીમનો હિસ્સો નહોતો. આમ, વર્તમાન ફોર્મને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ કડક નિર્ણય લીધો છે.

