Mumbai,તા.18
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) વર્તમાન IPLમાં સંતુલિત પ્રદર્શનના બળે, તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર છે અને આજે દિલ્હી કેપિટલ્સ (DC) સામેની મેચમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
ટીમ આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. પંજાબ કિંગ્સ પાંચ મેચમાંથી નવ પોઈન્ટ સાથે ટોચ પર છે, જ્યારે RCB જો દિલ્હીને હરાવે છે તો 10 પોઈન્ટ સાથે ટોચ પર પહોંચી જશે.
આરસીબી હવે ફક્ત એક જ બેટ્સમેન પર નિર્ભર નથી, વિરાટ ઉપરાંત, કેપ્ટન રજત પાટીદાર, દેવદત્ત પડિકલ, ફિલ સોલ્ટ અને ટિમ ડેવિડ પણ રન બનાવી રહ્યા છે. તેનાથી વિપરીત દિલ્હીમાં કેએલ રાહુલ, ટ્રિસ્ટાન સ્ટબ્સ અને ડેવિડ મિલર જેવા ખેલાડીઓ હોવા છતાં, સાતત્યનો અભાવ ધરાવે છે.

