Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
    • Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
    • ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
    • 03 મેનું પંચાંગ
    • 03 મેનું રાશિફળ
    • ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»શરીરમાં રહેલ ડી.એન.એ. વાંચીને બીમારી જણાવી શકશે Googleનું AI
    આંતરરાષ્ટ્રીય

    શરીરમાં રહેલ ડી.એન.એ. વાંચીને બીમારી જણાવી શકશે Googleનું AI

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 9, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    London,તા.9
    ગૂગલે ચિકિત્સા ક્ષેત્રમાં પણ મોટું પગલું ભર્યું છે. ગૂગલનું નવું એઆઈ મોડલ અલ્ફા જીનોમ  હવે ડીએનએમાં થતાં ફેરફારોને સમજીને કહી શકે છે કે તેની આપણાં શરીર પર શું અસર થશે…..

    અલ્ફા જીનોમ એવું એઆઈ મોડલ છે, જે ડીએનએની લાંબી-લાંબી સિક્વન્સને સરળતાથી વાંચીને બીમારીઓનો લગભગ ચોક્કસ અંદાજ લગાવી શકે છે. ગૂગલે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) મોડલ તૈયાર કર્યું છે, જે ડીએનએમાં થયેલાં દરેક ફેરફારને સમજીને કહી શકે છે કે તેની અસર આપણાં શરીર પર કેવી રીતે પડશે.

    સરળ ભાષામાં કહીએ તો, આ મોડલ ડીએનએને એ રીતે વાંચે છે, જેમ કોઈ એક્સપર્ટ ડોક્ટર એક સાથે એમઆરઆઈ , સીટી સ્કેન અને બ્લડ રિપોર્ટ જોઈને બીમારીનો અંદાજ લગાવે. ગૂગલના જણાવ્યાં અનુસાર, અલ્ફા જીનોમ એવું એઆઈ મોડલ છે, જે ડીએનએની લાંબી સિક્વન્સને સરળતાથી વાંચીને બીમારીઓનો લગભગ સચોટ અંદાજ લગાવી શકે છે.

    પહેલા સમજીએ કે ડીએનએ શું છે અને તે કેમ મહત્વનું છે? 
    આપણાં શરીરની દરેક કોષિકામાં એક ખાસ માહિતી હોય છે, જેને જીનોમ (Genome) કહેવામાં આવે છે. આ જ કણોમાં એ માહિતી લખેલી હોય છે કે આપણે કેવા દેખાશું, આપણું શરીર કેવી રીતે કામ કરશે અને આપણને કઈ બીમારીઓનો ખતરો હોઈ શકે છે. આ માહિતી ડીએનએની ભાષામાં લખાયેલું હોય છે, જેમાં કરોડો અક્ષરો હોય છે.

    સમસ્યા ત્યારે થાય છે, જ્યારે ડીએનએના કોઈ એક અક્ષરમાં નાનકડો ફેરફાર થઈ જાય, કારણ કે આવા નાના ફેરફારો ઘણી વાર ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. અત્યાર સુધી વૈજ્ઞાનિકો માટે એ સમજવું ખૂબ મુશ્કેલ હતું કે આવા ફેરફારનો શરીર પર શું અસર પડશે. આ પડકારને અલ્ફા જીનોમ એઆઈ સરળ બનાવે છે.

    કેટલું પાવરફુલ છે આ એઆઈ મોડલ? 
    ગૂગલનું આ એઆઈ મોડલ એક સાથે 10 લાખ ડીએનએ અક્ષરો વાંચી શકે છે અને અંદાજ લગાવી શકે છે કે કયો જીન ક્યાંથી શરૂ થાય છે, ક્યાં પૂર્ણ થાય છે, કેટલું આરએનએ (RNA) બનશે, કયો ભાગ એક્ટિવ રહેશે અને કયો ભાગ કયાં પ્રોટીન સાથે જોડાશે. અત્યાર સુધીનાં એઆઈ મોડલ્સમાં એવું હતું કે તે ડીએનએનો નાનો ભાગ ખૂબ ઊંડાણથી જોતાં હતાં અથવા મોટા ભાગને માત્ર સપાટીથી સમજી શકતાં હતાં. અલ્ફા જીનોમ પહેલીવાર બંને કામ એકસાથે કરે છે. તે ખૂબ લાંબું ડીએનએ પણ વાંચે છે અને દરેક ડીએનએને ઊંડાણપૂર્વક સમજે છે.

    બીમારી સમજવામાં કેવી રીતે મદદ કરશે? 
    માનો કે કોઈ માણસના ડીએનએમાં એક અક્ષર બદલાઈ જાય અને અની જગ્યાએ ઝ આવી જાય. હવે ડોક્ટરને જાણવું છે કે શું આ ફેરફારથી કોઈ જીન વધારે એક્ટિવ થઈ જશે? શું ખોટું આરએનએ બનશે? શું કેન્સર અથવા કોઈ જનેટિક બીમારી શરૂ થઈ શકે છે? અલ્ફા જીનોમ આવા ફેરફારને માત્ર એક સેક્નડમાં સ્કોર કરી શકે છે અને કહી શકે છે કે આ બદલાવ કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે.

    કોણ આનો ઉપયોગ કરી શકે?
    હાલમાં સામાન્ય લોકો આ એઆઈ મોડલનો ઉપયોગ કરી શકશે નહીં. ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે અલ્ફા જીનોમ માત્ર રિસર્ચ માટે છે, સારવાર અથવા પર્સનલ જિન ટેસ્ટ માટે નહીં. આ એઆઈ ડોક્ટરની જગ્યાએ કામ નહીં કરે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ મોડલ જીનોમ રિસર્ચના ક્ષેત્રમાં એક મોટો માઈલસ્ટોન સાબિત થઈ શકે છે.

    DNA in the body Google's AI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Middle Eastમાં War અને NATO મુદ્દે… America અને Europe વચ્ચે તિરાડ

    May 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    Britainના શાહી પરિવારના માનમાં ટ્રમ્પે સ્કોચ-વ્હીસ્કી પરથી ટેરિફ હટાવ્યા

    May 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    દુનિયાના સૌથી મોટા શહેરોમાનું એક Mexico Cityના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે

    May 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    વૈશ્વિક સમીકરણોમાં બદલાવ: Americaના સાથીદાર Japanએ Russiaનું Crude ખરીદ્યું

    May 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં વધુ એક વિમાન દુર્ઘટના: પાંચ ખેલાડીના મોત

    May 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistanમાં પેટ્રોલ-ડીઝલ ૪00ને પાર પહોચ્યું

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026

    ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!

    May 2, 2026

    03 મેનું પંચાંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.