New Delhi તા.27
વેપારીઓ માટે જીએસટી રજીસ્ટ્રેશન રદ કરાવવાની પ્રક્રિયા હવે સરળ કરવાની તૈયારી થઈ રહી છે.નવી વ્યવસ્થા અંતર્ગત જો વેપારીએ રજીસ્ટ્રેશન રદ કરાવવાનું આવેદન કર્યુ છે તો તેના બધા રિટર્ન જમા છે.સાથે સાથે કર, વ્યાજ, ચાર્જ અને દંડનું લેણુ બાકી નથી તો રજીસ્ટ્રેશન અધિકારીની તપાસ વિના ઓનલાઈન આપોઆપ રદ થઈ જશે. નવો નિયમ 1 ડીસેમ્બરથી લાગુ થઈ જશે.
રજીસ્ટ્રેશન એ તારીખથી રદ માનવામાં આવશે જે તારીખે વેપારીએ રદ કરવાની માંગ કરી હતી તેની સુચના પણ ઓનલાઈન પોર્ટલથી ફોર્મ જીએસટી આરઈજી-38 માં આપવામાં આવશે.
આ સાથે જ ઓટોમેટીક રદીકરણ માટે અગાઉથી લાગુ બે શરતો પણ હટાવી દેવાઈ છે. અગાઉ વેપારી માટે જરૂરી હતુ કે રજીસ્ટ્રેશનથી આવેદન સુધી કોઈ મહિનામાં વેપારીઓ વધારામાં કરવામાં આવેલી સપ્લાય પર કર જવાબદારી 2.50 લાખ રૂપિયાથી વધુ ન હોય.બીજી સ્થિતિમાં તેને જીએસટીઆર-10 નિશ્ચિત સમયસીમાનાં ત્રણ દિવસમાં જમા કરવાની હતી. આ બન્ને શરતોને હટાવી દેવાઈ છે.

