New Delhi,તા.27
ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો માત્ર બેટ અને બોલ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ટોસના સિક્કાની ઉછળમાં પણ ભારતની કિસ્મત ચમકી છે.
ક્રાઈસ્ટચર્ચના હેગલે ઓવલ ખાતે બીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતતાની સાથે જ ટીમ ઈન્ડિયાના નામે આ પ્રવાસનો વધુ એક અનોખો રેકોર્ડ નોંધાયો છે. સમગ્ર પ્રવાસના કુલ 12 મુકાબલા (પાંચ ટી-20, પાંચ વનડે અને બે ટેસ્ટ) માંથી ભારતે 10 વખત ટોસ જીત્યો છે.
આ પ્રવાસમાં ઉછાળવામાં આવેલા 12 સિક્કામાંથી 11 વખત ‘ટેલ્સ’ આવ્યો છે અને શુભમન ગિલ તેમજ ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ/શ્રેયસ અય્યરે મોટાભાગે સાચો કોલ કર્યો હતો.
વધુ એક રસપ્રદ બાબત એ રહી કે તમામ 12 મેચમાં ટોસ જીતનાર કેપ્ટને પહેલાં બોલિંગ કરવાનો જ નિર્ણય લીધો અને કોઈએ પ્રથમ બેટિંગ કરવાનું જોખમ ખેડ્યું નહીં. ગાણિતિક રીતે 12માંથી 10 ટોસ જીતવાની સંભાવના માત્ર 1.6 ટકા જેટલી રહે છે, જેને ભારતીય ટીમે વાસ્તવિકતામાં બદલી બતાવી છે.

