New Delhi, તા.23
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની નવી સીઝન શરૂ થવામાં એક સપ્તાહ બાકી છે અને આ દરમિયાન કેટલીક ટીમોને મોટો ઝટકો લાગ્યો છે. કેટલાક ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે જ્યારે કેટલાકની શરૂઆતની મેચમાં ભાગીદારી અંગે સસ્પેન્સ છે.
આ બધા ખેલાડીઓ ફાસ્ટ બોલર છે. T20 વર્લ્ડ કપ પહેલા પ્રેકિ્ટસ મેચ દરમિયાન થયેલી ઈજાને કારણે હર્ષિત રાણા આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) માટે આ એક મોટો ઝટકો છે. ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર સેમ કુરન કમરની ઈજાને કારણે રાજસ્થાન રોયલ્સ તરફથી રમી શકશે નહીં.
દક્ષિણ આફ્રિકા સામે ભારતના ઝ20 વર્લ્ડ કપ પ્રેકિ્ટસ મેચ દરમિયાન હર્ષિતના જમણા ઘૂંટણના લિગામેન્ટમાં ખેંચાણ થઈ ગઈ હતી. આ પછી, ફેબ્રુઆરીમાં તેની સર્જરી થઈ અને તેને લાંબા સમય સુધી રિહેબિલિટેશન માટે જવું પડ્યું.
KKRના મુખ્ય કોચ અભિષેક નાયરે કહ્યું, `આ એક મોટો ફટકો છે કારણ કે હર્ષિત છેલ્લા કેટલાક સીઝનથી ટીમનો અભિન્ન ભાગ રહ્યો છે.’ શ્રીલંકાના ઝડપી બોલર મથિશા પથિરાનાની ઈજાએ નવી સીઝન પહેલા KKRની રણનીતિમાં વિક્ષેપ પડ્યો છે.
રાજસ્થાન ટીમ કુરનના વિકલ્પ પર વિચાર કરી રહી છે. સેમ, જે ભારત સામે T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ હારી ગયેલી ઇંગ્લેન્ડ ટીમનો સભ્ય હતો, તેને રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસેથી ખરીદ્યો હતો.

