Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Aadhaar card ના નિયમોમાં ફેરફાર : નોંધણી માટે વધુ દસ્તાવેજો માન્ય

    May 14, 2026

    Petrol, Diesel ના ભાવ વધારવા જ પડશે : RBI વડાએ છેક સ્વીટઝરલેન્ડમાં કહ્યું

    May 14, 2026

    Hormuz માંથી ભારતના તમામ 15 ગેસ જહાજ બહાર

    May 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Aadhaar card ના નિયમોમાં ફેરફાર : નોંધણી માટે વધુ દસ્તાવેજો માન્ય
    • Petrol, Diesel ના ભાવ વધારવા જ પડશે : RBI વડાએ છેક સ્વીટઝરલેન્ડમાં કહ્યું
    • Hormuz માંથી ભારતના તમામ 15 ગેસ જહાજ બહાર
    • નવ વર્ષ બાદ પ્રથમ વખત Donald Trump ત્રણ દિવસની ચીનની મુલાકાતે
    • Bangladesh and India વચ્ચે ગંગા નદીના જળ વહેંચણીના વિવાદે નવો વળાંક લીધો છે
    • Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક
    • Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા
    • અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Gujaratમાં ગરમીનો પ્રકોપ યથાવત: આંધી-વંટોળ અને વરસાદની પણ આગાહી
    અમદાવાદ

    Gujaratમાં ગરમીનો પ્રકોપ યથાવત: આંધી-વંટોળ અને વરસાદની પણ આગાહી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 11, 2026Updated:May 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad ,તા.૧૧

    હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે ફરી એક વાર મોટી આગાહી કરવામાં આવી છે. વિગતો મુજબ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ ગુજરાતમાં આગામી કેટલાક દિવસો સુધી સૂકું અને ગરમ વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાઈ રહ્યું છે, જેના કારણે લોકો ગરમીથી અકળાઈ ગયા છે.

    હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. ત્યારબાદ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી છે. હાલમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, અમરેલી અને અન્ય શહેરોમાં તાપમાન ૪૩ થી ૪૪ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. ગરમ અને સૂકા પવનોને કારણે બપોરના સમયે લૂ લાગવાની શક્યતા પણ વધી ગઈ છે.

    હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, સુરત અને વડોદરા સહિતના વિસ્તારોમાં ગરમીનું જોર વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ બફારામાં પણ વધારો થઈ શકે છે, જેના કારણે લોકોને વધુ અકળામણ અનુભવાઈ શકે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાપમાન ૪૩ ડિગ્રીથી વધુ નોંધાયું હતું. શહેરમાં આકાશ મોટાભાગે સ્વચ્છ રહેશે, પરંતુ ગરમ પવનો અને હીટવેવને કારણે લોકોને સાવચેત રહેવાની જરૂર છે. આરોગ્ય વિભાગે લોકોને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા, વધુ પ્રમાણમાં પાણી પીવા અનેર્ ંઇજી અથવા લીંબુ પાણી જેવા પ્રવાહી લેવાની સલાહ આપી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો, શ્રમિકો અને ખેડૂતોને વિશેષ કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે.

    આ તરફ જ્યારે હવામાન વિભાગ આગામી પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા નકારી રહ્યું છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બની રહી છે, જેના કારણે ૧૨ મે સુધી કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ૧૨ થી ૨૦ મે દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધૂળની ડમરીઓ, આંધી-વંટોળ અને અચાનક પવન સાથે વાતાવરણમાં પલટો આવી શકે છે. ૨૩ મે આસપાસ અણધાર્યો વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ૧૫ મે પછી અરબ સાગર અને બંગાળની ખાડી બંને વિસ્તારોમાં હવામાન પ્રણાલીઓ સક્રિય બનશે. મે મહિનાના અંતિમ દિવસોમાં અથવા જૂનની શરૂઆતમાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની સંભાવના છે. ઉપરાંત અરબ સાગર પણ આ વર્ષે વધુ સક્રિય રહે તેવી શક્યતા છે, જેના કારણે જૂન મહિનામાં વાવાઝોડું સર્જાઈ શકે છે. આંદામાન-નિકોબાર ટાપુઓ પર મે મહિનાના અંત સુધી ભારે વરસાદ શરૂ થવાની શક્યતા છે, જ્યારે ૧ જૂન સુધી દક્ષિણ ભારતમાં ચોમાસાની એન્ટ્રી થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

    Ahmedabad rain
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Aadhaar card ના નિયમોમાં ફેરફાર : નોંધણી માટે વધુ દસ્તાવેજો માન્ય

    May 14, 2026
    રાષ્ટ્રીય

    Petrol, Diesel ના ભાવ વધારવા જ પડશે : RBI વડાએ છેક સ્વીટઝરલેન્ડમાં કહ્યું

    May 14, 2026
    રાષ્ટ્રીય

    Hormuz માંથી ભારતના તમામ 15 ગેસ જહાજ બહાર

    May 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    નવ વર્ષ બાદ પ્રથમ વખત Donald Trump ત્રણ દિવસની ચીનની મુલાકાતે

    May 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh and India વચ્ચે ગંગા નદીના જળ વહેંચણીના વિવાદે નવો વળાંક લીધો છે

    May 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Aadhaar card ના નિયમોમાં ફેરફાર : નોંધણી માટે વધુ દસ્તાવેજો માન્ય

    May 14, 2026

    Petrol, Diesel ના ભાવ વધારવા જ પડશે : RBI વડાએ છેક સ્વીટઝરલેન્ડમાં કહ્યું

    May 14, 2026

    Hormuz માંથી ભારતના તમામ 15 ગેસ જહાજ બહાર

    May 14, 2026

    નવ વર્ષ બાદ પ્રથમ વખત Donald Trump ત્રણ દિવસની ચીનની મુલાકાતે

    May 14, 2026

    Bangladesh and India વચ્ચે ગંગા નદીના જળ વહેંચણીના વિવાદે નવો વળાંક લીધો છે

    May 14, 2026

    Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક

    May 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Aadhaar card ના નિયમોમાં ફેરફાર : નોંધણી માટે વધુ દસ્તાવેજો માન્ય

    May 14, 2026

    Petrol, Diesel ના ભાવ વધારવા જ પડશે : RBI વડાએ છેક સ્વીટઝરલેન્ડમાં કહ્યું

    May 14, 2026

    Hormuz માંથી ભારતના તમામ 15 ગેસ જહાજ બહાર

    May 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.