New Delhi,તા,14
કેન્દ્ર સરકાર હવે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ગમે તે સમયે વધારો કરી શકે છે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી બાદ રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ આ સંકેત આપતા જણાવ્યું કે સરકારને આ નિર્ણય લેવો જ પડશે.
હવે ફકત તે સમયનો જ સવાલ છે. શ્રી મલ્હોત્રા હાલ સ્વીટઝરલેન્ડમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને સ્વીટઝ નેશનલ બેન્કના એક સમારોહમાં બોલી રહ્યા હતા. તેઓએ આ ભાવવધારાની ભૂમિકા સમજાવતા કહ્યું કે, લાંબા સમયથી ભારતનું અર્થતંત્ર દબાણમાં છે અને હવે નિર્ણય લેવો જરૂરી છે.
તેઓએ હાલમાં જ વડાપ્રધાન દ્વારા જે રીતે પેટ્રોલ-ડિઝલના વપરાશ ઘટાડવાની અપીલ કરી તેનો પણ સંકેત આપ્યો હતો.

