(મિલાપ રૂપારેલ)
Amreli તા.14
અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર આવેલ ગજેરાપરા વિસ્તારમાં વાલ્મિકી વાસમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી.આ અંગે ગઈકાલે રાત્રે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી.
આ બનાવની જાણ થતાં ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ ફાયર સ્ટાફ તાત્કાલિક ફાયર વ્હીકલ સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર ટીમે ઝડપી કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવી આગ સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી.
આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી. આ કામગીરીમાં ફાયર સ્ટાફના કર્મચારીઓ કૃષ્ણભાઈ ઓળકિયા, રણજીતભાઈ સગર તથા હર્ષભાઈ ચાવડાએ જહેમત ઉઠાવી હતી

