હૃતિક હાલ ક્રિશ ફોરની તૈયારીમાં વ્યસ્ત છે
ઈઠા રીલિઝ થયા બાદ ઉત્તેકર આ નવી ફિલ્મ માટે કામ શરુ કરશે
Mumbai,તા.10
‘છાવા’ જેવી સફળ ફિલ્મના નિર્દેશક લક્ષ્મણ ઉતેકરે તેમની આગામી ફિલ્મ માટે હૃતિક રોશનનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ફિલ્મનાં જોનર કે સબ્જેક્ટ વિશે કોઈ તત્કાળ માહિતી મળી નથી.
સામાન્ય રીતે લક્ષ્મણ ઉતેકર નાના કસબાંઓની સ્ટોરીએ રજૂ કરવામાં હથોટી ધરાવે છે. લક્ષ્મણ ઉતેકરની ‘ઇઠા’ ફિલ્મ ૨૮ ઓગસ્ટે રજૂ થવા જઇ રહી છે. મરાઠી લાવણી અને તમાશા પરફોર્મર વિઠાબાઇ નારાયણગાવકરની બાયોપિકમાં મુખ્ય ભૂમિકામાં શ્રદ્ધા કપૂર જોવા મળશે. આ ફિલ્મમાં મોહમ્મદ અયુબ ઝિશન અને રણદીપ હુડા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
‘ઇઠા’ રિલિઝ થઇ જાય તે પછી લક્ષ્મણ ઉતેકર તેમની નવી ફિલ્મના કામમાં વ્યસ્ત થઇ જશે. તેમની આ ફિલ્મ માટે હૃતિક રોશને શું પ્રતિભાવ આપ્યો તે જાણી શકાયું નથી. ‘જેલર ટ’ુ માં પોતાની મહેમાન કળાકાર તરીકેની ભૂમિકાનું શૂટિંગ હૃતિક રોશન બાવીસ અને ત્રેવીસ જુને કરી આવ્યો હતો.
હૃતિક રોશન હાલ ‘ક્રિશ ફોર’ના કામમાં વ્યસ્ત છે. આ ફિલ્મ દ્વારા તે ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરવાનો છે.

