Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026

    `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ
    • `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!
    • Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત
    • Chardham Yatraના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ
    • SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર
    • ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?
    • ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે: અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે
    • 15 વર્ષ સાથે રહ્યા, સંતાન પણ છે; તો હવે દુષ્કર્મનો આરોપ કેમ?: લિવ-ઈન રિલેશન પર Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar : પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે રૂ.10.35 કરોડના વિવિધ લોકાર્પણ-ખાતમુહૂર્ત
    સૌરાષ્ટ્ર

    Surendranagar : પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે રૂ.10.35 કરોડના વિવિધ લોકાર્પણ-ખાતમુહૂર્ત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar, તા.6
    ધ્રાંગધ્રા શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવાના હેતુ સાથે પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જોગાસર તળાવ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ ધ્રાંગધ્રા શહેર માટે કરોડો રૂપિયાના વિકાસકામોની ભેટ આપી જનસુખાકારીમાં વધારો કર્યો હતો.

    લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, મહારાજા રણમલસિંહજીએ જનકલ્યાણના ઉમદા હેતુથી નિર્મિત આ ઐતિહાસિક તળાવનું નગરપાલિકા દ્વારા જે સુંદર નવીનીકરણ કરાયું છે, તે પ્રશંસનીય છે. હવે ‘જોગાસર તળાવ’ નગરજનો માટે આસ્થા અને મનોરંજનનું સંગમસ્થાન બનશે, જ્યાં લોકો ગણપતિ દાદાના દર્શન સાથે શાંતિ અને આનંદની પળો માણી શકશે. વધુમાં તેમણે કેનાલ પર નવો રોડ અને ગ્રીનરી સાથેના વોકવેના આયોજનની પણ મહત્વની વિગતો આપી હતી.

    ધ્રાંગધ્રાની પાયાની સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કરતા મંત્રીએ જાહેરાત કરી હતી કે, ધ્રાંગધ્રા નગરપાલિકા હવે ‘બ’ વર્ગમાંથી ‘અ’ વર્ગમાં ઉન્નત થઈ છે, જેના પરિણામે આગામી સમયમાં વિકાસ કામો માટે વધુ ગ્રાન્ટ પ્રાપ્ત થશે. તેમણે નોંધ્યું હતું કે અન્ય વિસ્તારોમાં પાણીની તંગી વચ્ચે પણ અહીંનો નિયમિત પાણી પુરવઠો અને મજબૂત આરસીસી રસ્તાઓનું નેટવર્ક શહેરને રાજ્યની `બેસ્ટ નગરપાલિકા’ બનાવવાની દિશામાં અગ્રેસર કરે છે.

    આ તકે સાંસદ ચંદુભાઈ શિહોરાએ જોગાસર તળાવના ભવ્ય સ્વરૂપની પ્રશંસા કરતા કહ્યું હતું કે, નગરપાલિકાના શાસકોની મહેનતને પરિણામે અહીં બેસીને કોઈ `સ્વર્ગાપુરી’માં બેઠા હોય તેવો દિવ્ય અહેસાસ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રભારી મંત્રીના પ્રયત્નોથી ધ્રાંગધ્રાના અન્ય ઐતિહાસિક માનસરોવર તળાવના નવીનીકરણ માટે પણ રૂ. 42 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. તેમણે નગરજનોને કરોડોના ખર્ચે બનેલી આ જાહેર મિલકતોને પોતાની સમજીને તેની જાળવણી કરવા અને સ્વચ્છતા જાળવવા નૈતિક અપીલ કરી હતી.

    આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે અમૃત 2.0 યોજના અંતર્ગત અંદાજે રૂ. 4.00 કરોડના ખર્ચે નવનિર્મિત જોગાસર તળાવ અને ગાર્ડન ડેવલપમેન્ટના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવતર પ્રકલ્પથી શહેરના હાર્દ સમાન જોગાસર તળાવ હવે પ્રવાસન અને પર્યાવરણની દ્રષ્ટિએ આકર્ષણનું કેન્દ્ર બનશે, જેનો સીધો લાભ સ્થાનિક નાગરિકોને મળશે.

    લોકાર્પણની સાથે-સાથે મંત્રીએ ધ્રાંગધ્રા શહેરની પાયાની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ખાતમુહૂર્ત પણ કર્યા હતા. સ્વચ્છ ભારત મિશન અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજે રૂ. 6.35 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામો પૂર્ણ થતાં શહેરની સ્વચ્છતા અને માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.

     

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar: પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: ઓઝત નદીમાં આવતીકાલે રાત્રે ભર ઉનાળે પૂર આવશે

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdan: આલણસાગર તળાવમાં ડૂબી જતાં 4 બાળકોના કરૂણ મોત

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન: 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026

    `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026

    Chardham Yatraના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

    April 28, 2026

    SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર

    April 28, 2026

    ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026

    `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.