એશિયાના સૌથી મોટા રિસાયકલિંગ અને સસ્ટેનેબિલિટી કાર્યક્રમ GCPRS ૨૦૨૬ માટે સજ્જ
Ahmedabad, ૨૯
ભારતનો પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગ, જે હાલમાં અંદાજે ૩૦,૦૦૦ કરોડનો છે અને વર્ષ ૨૦૩૫ સુધીમાં વધીને ૬૦,૦૦૦ કરોડ થવાનો અંદાજ છે, તે આગામી ૨ થી ૫ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે પગ્લોબલ કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન ઓન પ્લાસ્ટિક રિસાયકલિંગ એન્ડ સસ્ટેનેબિલિટીથ (ૠઈઙછજ ૨૦૨૬) ની ત્રીજી આવૃત્તિનો સાક્ષી બનવા જઈ રહ્યો છે.૮૦ વર્ષ જૂની અખિલ ભારતીય સર્વોચ્ચ સંસ્થા પધી ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનથ (અઈંઙખઅ) દ્વારા આયોજિત આ ચાર દિવસીય પ્રદર્શન અને કોન્ફરન્સને રસાયણ અને ખાતર મંત્રાલય, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, નીતિ આયોગ તેમજ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયનું સમર્થન અને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે.
જીસી ચેરમેન શ્રી અરવિંદ મહેતા અને GCPRSના પ્રમુખ શ્રી સુનિલ શાહના વિઝન હેઠળ, પ્રગતિશીલ નીતિઓ, ઉદ્યોગોના સહયોગ અને જવાબદાર સંસાધન સંચાલન તેમજ સર્ક્યુલર ઈકોનોમી (ચક્રીય અર્થતંત્ર) ને પ્રોત્સાહન આપતી પહેલો દ્વારા ભારતના સસ્ટેનેબિલિટી ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે હંમેશા પ્રયાસો કરવામાં આવે છે.પ્લાસ્ટિક રિસાયકલિંગ અને સસ્ટેનેબિલિટીને સમર્પિત એશિયાના સૌથી મોટા પ્રદર્શન તરીકે માન્યતા પ્રાપ્ત, GCPRS ૨૦૨૬ માં ૧૨,૦૦૦ ચોરસ મીટરના વિશાળ પ્રદર્શન વિસ્તારમાં ૧૨ દેશોના ૨૦૦થી વધુ પ્રદર્શનકર્તાઓ એકસાથે આવશે, જે પ્લાસ્ટિક કચરાના સંચાલન અને રિસાયકલિંગની સમગ્ર વેલ્યુ ચેઇન (મૂલ્ય શૃંખલા)નું પ્રતિનિધિત્વ કરશે.GCPRS ૨૦૨૬ ભારતના પ્લાસ્ટિક રિસાયકલિંગ ક્ષેત્રના વિકાસને વેગ આપવામાં અને સાથે જ સસ્ટેનેબિલિટી, સંસાધન કાર્યક્ષમતા, સર્ક્યુલર ઈકોનોમી અને કાર્બન-ન્યુટ્રલ ભવિષ્ય માટે ભારત સરકારના વિઝનને વધુ મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.આ ઇવેન્ટ પ્લાસ્ટિક કચરાના સંચાલનના ઉકેલો માટે એક વ્યાપક વન-સ્ટોપ પ્લેટફોર્મ તરીકે કામ કરશે, જે ટેકનેલોજી પ્રદાતાઓ, રિસાયકલર્સ, નીતિ ઘડવૈયાઓ, બ્રાન્ડ માલિકો, સાહસિકો, સંશોધકો અને પર્યાવરણીય નિષ્ણાતોને એક છત નીચે લાવશે.

