New Delhi.તા,14
ટેક્સ જમા કરાવતાં પહેલાં અને અન્ય આર્થિક હિસાબ-કિતાબને કાયદેસર રીતે વ્યવસ્થિત કરતાં પહેલાં એકવાર ચેક કરી લો કે તમારા સીએ ખરેખર માન્યતા પ્રાપ્ત છે કે નહીં.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ દેશના 4825 CA ને માન્યતા એટલે કે રજીસ્ટ્રેશન યાદીમાંથી હટાવી દીધાં છે. આનાથી હવે આ CA પોતાની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઉપાધિ કે ડિગ્રીનો કોઈ ઉપયોગ કરી શકશે નહીં.
રજીસ્ટ્રેશન ખતમ થતાની સાથે જ તેમનું કામ ગેરકાયદેસર બની જાય છે. કેટલાક CA ના પ્રમાણપત્ર જ રદ કરવામાં આવ્યા છે. દરેક CA નો રજીસ્ટ્રેશન નંબર હોય છે. તમારા CA ના રજીસ્ટ્રેશન નંબરને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હટાવવામાં આવેલા નંબરો સાથે મેળવીને ખાતરી કરી લો કે કોણ માન્યતા પ્રાપ્ત છે.
આ કામો નહીં કરી શકે
1. જે CA ના નામ હટાવવામાં આવ્યા છે તેઓ ઓડિટ રિપોર્ટ કે સર્ટિફિકેટ પર હસ્તાક્ષર કરી શકશે નહીં.
2. CA નામ કે ડિગ્રીનો ઉપયોગ કરી શકશે નહીં, પ્રેકિ્ટસ કરી શકશે નહીં, કોઈ સર્ટિફિકેશન આપી શકશે નહીં.
3. તેમની ફાઇનાન્શિયલ એડવાઈસ અને ક્નસલ્ટન્સી આપવાનો અધિકાર પણ ખતમ.
શું છે મામલો
ICAI દેશભરના ઈઅ નું રજીસ્ટ્રેશન કરે છે. કેન્દ્ર સરકારે આ અનિવાર્ય કરેલું છે. આ રજીસ્ટ્રેશન વિના દેશમાં કોઈપણ ઈઅ ન તો પ્રેકિ્ટસ કરી શકે છે અને ન તો અન્ય કોઈ પ્રકારનું સરકારી ડોક્યુમેન્ટેશન સંબંધિત કામ કરી શકે છે. જો આ ઇન્સ્ટિટ્યૂટ નામ હટાવી દે છે, તો પછી ડિગ્રી ગેરકાયદેસર બની જાય છે. આનાથી CA ની પ્રેકિ્ટસ સહિતના અન્ય કામો પર પ્રતિબંધ લાગી જાય છે.
તેથી કરવામાં આવી કાર્યવાહી
આ 4825માંથી 3657ના નામ ફી ન ભરવાને કારણે હટાવવામાં આવ્યા છે. 58 CA ના મૃત્યુ થવાને કારણે, જ્યારે 1094ના નામ વિદેશ જવા અથવા અન્ય કારણોસર હટાવવામાં આવ્યા છે. 300થી વધુ પ્રમાણપત્રો આર્થિક ગેરરીતિને કારણે રદ કરવામાં આવ્યાં છે.

