Iran તા.20
ઈરાનમાં ચાલુ યુદ્ધ દરમિયાન ઈન્ટરનેટ અને આંતરરાષ્ટ્રીય કોલ પર કડક પ્રતિબંધોએ લોકોને પોતાના સ્વજનોથી દુર કરી દીધા છે. બીબીસીના રિપોર્ટ અનુસાર આ સ્થિતિમાં ઈરાની નાગરિક ટેકનિકલ રસ્તો અને મોંઘા વિકલ્પોના સહારે વિદેશમાં રહેતા પરિવાર સાથે સંપર્ક જાળવી રાખવાની કોશીશ કરી રહ્યા છે.
તુર્કિયે- ઈરાન સીમા પર એક વ્યક્તિ બે મોબાઈલ ફોનથી આ સંપર્ક સંભવ બનાવી રહ્યો છે. એક ઈરાની નેટવર્ક સાથે અને બીજો તુર્કિયે નેટવર્ક સાથે. વિદેશમાં બેઠેલા લોકો વોટસએપ પર તુર્કીયે નંબર પર કોલ કરે છે, જેને તે ઈરાની નંબર સાથે જોડી દે છે. જો કે આ સેવા ખૂબ જ મોંઘી અને અસ્થિર છે, જયાં કેટલીક મિનિટની વાતો માટે લગભગ 28 પાઉન્ડ (એટલે કે 3 હજાર રૂપિયા) સુધીનો ખર્ચ કરવો પડે છે.
ઈરાનમાં રહેતા લોકો વીપીએમનો પણ સહારો લઈ રહ્યા છે, જેમાં તેઓ ઈન્ટરનેટ પ્રતિબંધોને બાયપાસ કરી શકે, પણ તેની કિંમત પણ ઝડપથી વધી રહી છે. તહેરાનમાં રહેતી આવા કહે છે કે મોંઘા ઈન્ટરનેટથી મંગેતર સાથે વાત કરી શકી છે.
શું મુશ્કેલીઓ આવે છે
કોલ કનેકટ થવા મુશ્કેલ બને છે. ડેટા મોંઘા છે. એક જીબી માટે લગભગ 20 ડોલર (લગભગ 1600 રૂપિયા) છે. કનેકશન તુટી જાય તો ડેટા ખતમ થઈ જાય છે. ટેકનીકલ જાણકારી ન હોવાથી વરિષ્ઠોને મુશ્કેલી પડે છે.

